હિન્દ ન્યુઝ, નવસારી
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ નવસારી ખાતે ડી.ડી. લો કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલ બિલ્ડિંગમાં કાર્યરત ગુજકોસ્ટ (GUJCOST) ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા એ સાયન્સ સેન્ટરની વિવિધ પ્રવૃત્તિઓ, ઉપલબ્ધ વૈજ્ઞાનિક સુવિધાઓ તથા જાણકારી મેળવી હતી.વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, જિજ્ઞાસાવૃત્તિ અને સંશોધનાત્મક વિચારસરણી વિકસે તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે રુચિ વધે તે દિશામાં ગુજકોસ્ટ ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની કામગીરી મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી હોવાનું જણાવ્યું હતું.
તેમણે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવીનતા, સંશોધન અને પ્રયોગાત્મક શિક્ષણના મહત્વ અંગે જાણકારી મેળવી સાયન્સ સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આવા કેન્દ્રો દ્વારા વિદ્યાર્થીઓને પ્રયોગાત્મક શિક્ષણની તક મળી વિજ્ઞાન ક્ષેત્રે નવીન વિચારો અને સંશોધન માટે પ્રોત્સાહન મળે છે.
