હિન્દ ન્યુઝ, નવસારી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ નવસારી ખાતે ડી.ડી. લો કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલ બિલ્ડિંગમાં કાર્યરત ગુજકોસ્ટ (GUJCOST) ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા એ સાયન્સ સેન્ટરની વિવિધ પ્રવૃત્તિઓ, ઉપલબ્ધ વૈજ્ઞાનિક સુવિધાઓ તથા જાણકારી મેળવી હતી.વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, જિજ્ઞાસાવૃત્તિ અને સંશોધનાત્મક વિચારસરણી વિકસે તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે રુચિ વધે તે દિશામાં ગુજકોસ્ટ ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની કામગીરી મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી હોવાનું જણાવ્યું હતું. તેમણે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવીનતા, સંશોધન અને પ્રયોગાત્મક શિક્ષણના મહત્વ…
Read MoreDay: November 15, 2026
જનજાતીય ગૌરવ દિવસની સાપ્તાહિક ઉજવણી અંતર્ગત વસેડી જૂથ ગ્રામ પંચાયત ખાતે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં દિપોત્સવ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ દિવસની સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર તાલુકાની વસેડી જૂથ ગ્રામ પંચાયત ખાતે દિપોત્સવ કાર્યક્રમનું આયોજન આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત કરવામાં આવ્યું હતું. પરંપરાગત, ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણમાં દીપ પ્રાગટ્ય કરી દિપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાથે મંત્રીશ્રી સહીત ઉપસ્થિત મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાની આરતી અને સાધુ સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા, લોકકલા અને ઐતિહાસિક વિરાસતના જતન તથા સંવર્ધનના મહત્વ અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. સાથે…
Read Moreનવસારીના વાંસદા નેશનલ પાર્કની વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, નવસારી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નેશનલ પાર્કની મુલાકાત લઈ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ, વન્યજીવ સંરક્ષણની કામગીરી તથા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મંત્રીએ નેશનલ પાર્કની કુદરતી સંપદા, વન્યજીવોના સંરક્ષણ, પ્રવાસીઓ માટેની સુવિધાઓ અને વહીવટી વ્યવસ્થાની વિગતવાર માહિતી સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવી હતી. તેમણે નેશનલ પાર્કમાં પ્રવાસીઓ માટે જંગલ સફારી અને કેન્ટીનની સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે જરૂરી સૂચનો કર્યા હતા. વન અને વન્યજીવોનું સંરક્ષણ જળવાઈ રહે તે સાથે પ્રવાસીઓને પ્રાકૃતિક…
Read Moreવલસાડના નાનાપોંઢા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી
હિન્દ ન્યુઝ, વલસાડ ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ ‘જનજાતીય ગૌરવ દિવસ’ નિમિત્તે વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ‘જય જોહાર’ના ગગનભેદી નારા સાથે સંબોધનની શરૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિને સમગ્ર દેશમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જે આજે દેશના પ્રત્યેક સમાજ માટે ગૌરવનું પ્રતીક બન્યો છે. આદિવાસી સમાજનું બલિદાન અને સંસ્કૃતિ એ રાષ્ટ્રની વિરાસત હોવાની જણાવી નાયબ મુખ્યમંત્રીએ આઝાદીની લડાઈમાં આદિવાસી સમાજના યોગદાનને બિરદાવતા કહ્યું કે, આ સમાજે…
Read Moreજનજાતિય ગૌરવ દિવસની ઉજવણી બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવા મોરચાના જૂના સાથી વિપુલભાઈ રાઉતના નિવાસસ્થાને મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ વલસાડ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પરત ફરતી વખતે નાયબ મુખ્યમંત્રીએ સાદગી અને કાર્યકર્તા પ્રત્યેની અતૂટ આત્મીયતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેઓ યુવા મોરચાના સમયના તેમના જૂના સાથી કાર્યકર્તા વિપુલભાઈ રાઉતના ઘરે અચાનક મુલાકાતે પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ વિપુલભાઈ તથા તેમના પરિવારના સભ્યો સાથે ઉષ્માભરી મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. તેમણે પરિવારજનો સાથે હળવો સંવાદ કરતા ઘરે ચા પીધી…
Read Moreનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નાનાપોંઢા ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો
હિન્દ ન્યુઝ, વલસાડ ભારતના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે સવારે તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સવારે નાનાપોંઢા સર્કલ ખાતે આવેલી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પ અર્પણ કરી ફૂલહાર પહેરાવીને આ ગૌરવપૂર્ણ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ નાનાપોંઢા સર્કલથી મુખ્ય કાર્યક્રમ સ્થળ હેલિપેડ ગ્રાઉન્ડ સુધી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની…
Read Moreધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીએ બોટાદમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ “ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે સમાજમાં એકતા, સમાનતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવીએ.”- જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા “‘અબુઆ દિશુમ, અબુઆ રાજ” એટલે કે આપણા દેશમાં આપણું રાજ, એ માત્ર એક સૂત્ર નહોતું; તે આપણા અધિકારો પ્રત્યેની જાગૃતિ અને આત્મસન્માનની ભાવનાનું પ્રતીક હતું.”- ધારાસભ્ય કાળુભાઈ ડાભી કુંવરબાઈનુ મામેરુ યોજનાના લાભાર્થી સહિત રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર રમતવીરોનું સન્માન કરાયું
Read Moreભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે અમરેલીમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી
હિન્દ ન્યુઝ, અમરેલી અમરેલી ખાતે ડૉ. ભરતભાઈ બોઘરાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. 🎙️ ડૉ. ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાના બલિદાનને રાષ્ટ્રીય ઓળખ અપાવી જનજાતીય ગૌરવને નવી ઊંચાઈએ પહોંચાડવાનું ઐતિહાસિક કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. 🌱 કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિને ઉજાગર કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. અમરેલી ખાતે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવનાર આદિજાતિ સમાજના…
Read Moreભગવાન બિરસા મુંડાના શૌર્ય, સંઘર્ષ અને બલિદાનને યાદ કરી પાટણમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી
હિન્દ ન્યુઝ, પાટણ આદિજાતિ લાભાર્થીઓને સરકારી સહાયના લાભોનું વિતરણ કરાયું, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ અને બલિદાનમાંથી પ્રેરણા લઈ વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવા ધારાસભ્યશ્રી બળવંતસિંહ રાજપૂતનું આહ્વાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું
Read Moreભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી; વલસાડના નાનાપોંઢા ખાતે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નાનાપોંઢા સર્કલ ખાતે આવેલી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પ અર્પણ કરી આ ગૌરવપૂર્ણ કાર્યક્રમની શરૂઆત કરાવી. ભવ્ય રેલીમાં પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા લોકનૃત્યો અને વાદ્યોના તાલે મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર જોડાયા; સમગ્ર વાતાવરણ આદિવાસી અસ્મિતા અને ગૌરવના નાદથી ગુંજી ઉઠ્યું. આ રેલી દરમિયાન આદિવાસી નૃત્યમાં નાયબ મુખ્યમંત્રી પણ સહભાગી થયા.
Read More