હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી થકી ગુજરાતના ઉદ્યોગો માટે વિકાસના નવા દ્વાર ખૂલ્યાં. અમેરિકા દ્વારા ભારતીય સામાન પર ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરાતાં ગુજરાતના ઉદ્યોગો માટે નિકાસમાં વિક્રમી વધારો થશે.
રાજ્યમાં ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ ગૂડ્સ અને રીન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં આ સમજૂતીથી નવો વેગ મળશે. ગુજરાતના ગાર્મેન્ટ અને હોમ ટેક્સટાઈલ ઉત્પાદનો અન્ય દેશોની સરખામણીએ વધુ સ્પર્ધાત્મક બનશે.
વિશ્વના સૌથી મોટા ડાયમંડ પોલિશિંગ હબ ગણાતા સુરતના હીરા ઉદ્યોગને આ નિર્ણયથી ખૂબ મોટો ફાયદો થશે; અમેરિકન માર્કેટમાં હીરા ઉદ્યોગનો હિસ્સો ફરીથી મજબૂત બનશે, ઉદ્યોગનું માર્જિન સુધરશે અને માંગમાં નવેસરથી વધારો થશે.vરાજ્યના ટેક્સટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી તથા કેમિકલ સેક્ટર માટે સુવર્ણ તક.
ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી થકી ગુજરાતના ઉદ્યોગો માટે વિકાસના નવા દ્વાર ખૂલ્યાં; અમેરિકા દ્વારા ભારતીય સામાન પર ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરાતાં ગુજરાતના ઉદ્યોગો માટે નિકાસમાં વિક્રમી વધારો થશે.
રાજ્યમાં ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ ગૂડ્સ અને રીન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં આ સમજૂતીથી નવો વેગ મળશે; ગુજરાતના ગાર્મેન્ટ અને હોમ ટેક્સટાઈલ ઉત્પાદનો અન્ય દેશોની સરખામણીએ વધુ સ્પર્ધાત્મક બનશે.
વિશ્વના સૌથી મોટા ડાયમંડ પોલિશિંગ હબ ગણાતા સુરતના હીરા ઉદ્યોગને આ નિર્ણયથી ખૂબ મોટો ફાયદો થશે; અમેરિકન માર્કેટમાં હીરા ઉદ્યોગનો હિસ્સો ફરીથી મજબૂત બનશે, ઉદ્યોગનું માર્જિન સુધરશે અને માંગમાં નવેસરથી વધારો થશે.
