હિન્દ ન્યુઝ, ભાવનગર
ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગર હસ્તકની સમરસ કુમાર છાત્રાલય ભાવનગરમાં “પેડેક ગ્રાઉન્ડ” ખાતે “ક્રિકેટ ટુર્નામેન્ટ”નું એમ.કે.યુનિ. કેમ્પસમાં આયોજન કરવામાં આવેલ હતું.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં (૧)સમરસ ફિનિક્સ (૨)સમરસ ઇગલ (૩)સમરસ વોરિયર્સ (૪)સમરસ સ્ટ્રાઇક્ર્સ આમ કુલ ચાર ટીમો ભાગ લીધો હતો. જેમાં સમરસ વોરિયર્સ અને સમરસ સ્ટ્રાઇક્ર્સ વિજેતા બનતા બંને ટીમની વચ્ચે ફાઇનલ મેચ યોજાઇ હતી. ગાઈનલ મેચમાં સમરસ વોરિયર્સ ટીમ ફાઇનલ મેચમાં સામેની ટીમને ૩૭ રનથી હરાવી વિજેતા બની હતી. જેમાં વિજેતા ટીમના ખેલાડી બળવંત બારૈયા ને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
સમરસ કુમાર છાત્રાલય અને જિલ્લા રમત-ગમત કચેરીના સંકલન દ્વારા આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. આ ટુર્નામેન્ટમાં પી.વી.સાવલીયા (નાયબ નિયામક અ.જા કચેરી), એમ.કે.રાઠોડ (સ.ક.અ.સ.કૂ.છા) અને નરેશભાઇ ગોહિલ (જિ.ર.ગ.અ-ભાવનગર) ઉપસ્થિત રહી સર્વે વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત કરેલ હતા. વિજેતા ટીમને તેઓના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તેમજ રનર્સ –અપ ટીમને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.
સમરસ કુમાર છાત્રાલય ભાવનગર દ્વારા આયોજન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ ટીમોએ પણ આ પ્રકારના આયોજન સમયાંતરે થતાં રહે તેમ જણાવેલ હતું. આ ઉપરાંત રમત-ગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અધ્યક્ષ નાયબ નિયામક દ્વારા વિદ્યાર્થીઓ આઉટડોર અને ઇનડોર ગેમમાં વધુને વધુ ભાગ લે અને રમત ગમત ક્ષેત્રે આગળ આવે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત સમાજ કલ્યાણ અધિકારી એમ.કે.રાઠોડ ને આ પ્રકાર ના આયોજન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જણાવેલ હતું.