અટલ સરોવરમાં વરસાદી પાણીનું જળ સંચય કરી સરોવરમાં ઉપલબ્ધ બને તે પ્રકારે વ્યવસ્થા

હિન્દ ન્યુઝ, રાજકોટ     જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ રાજકોટના નઝરાણા સમાન અટલ સરોવરની મુલાકાત લઈ સરોવર ખાતે સાધન-સુવિધાઓ અને જળ સ્ત્રોતની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતાં. રાજકોટના પર્યટન સ્થળ સમા સ્માર્ટ સિટીના ભાગ એવા અટલ સરોવરમાં વરસાદી પાણીનું જળ સંચય કરી સરોવરમાં ઉપલબ્ધ બને તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે.    સાથોસાથ રૈયા વિસ્તારના ગંદા પાણીને ટ્રીટેડ વોટર પ્લાન્ટ દ્વારા પાણીનું શુદ્ધિકરણ કરી આ પાણી અટલ સરોવરના બગીચામાં ફૂલ- ઝાડને આપવામાં આવે છે, જે અંગેની વિગતો ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક મનીષભાઈ રાડ્યા, નાયબ…

Read More

 “મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી” દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યની મહિલાઓને હિંસા વિરુધ્ધ જુદા જુદા કાયદાઓ અને યોજનાકીય માહિતી મળે તે માટે વિવિધ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, રાજકોટ        “મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી” દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યની મહિલાઓને હિંસા વિરુધ્ધ જુદા જુદા કાયદાઓ અને યોજનાકીય માહિતી મળે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજકોટના મહિલા અને બાળ વિકાસ વિભાગની ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનની ટીમે પડધરી તાલુકાની શ્રીમતી એમ.જે. માલાણી કોલેજની વિદ્યાર્થિનીઓને મહિલાલક્ષી તમામ યોજનાની માહિતી આપી હતી. આ કાર્યક્રમ અન્વયે ટીમે વિદ્યાર્થીનીઓને ઘરેલુ હિંસા અધિનિયમ, બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ, અનૈતિક દેહ વ્યાપાર, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, ‘શી’ ટીમની કામગીરી, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન,…

Read More

રાજકોટ જિલ્લામાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ રાજકોટ     મહિલા અને બાળ વિકાસ કચેરી, રાજકોટ દ્વારા હાલ સમગ્ર રાજકોટ જિલ્લામાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં લોધિકા તાલુકાના માખાવડ ગામ ખાતે ઘરેલુ હિંસા, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપ પુનઃ લગ્ન યોજના અને મહિલા સ્વાવલંબન યોજના અંગે વિસ્તૃત માહિતી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાગૃતિલક્ષી કાર્યક્રમમાં મહિલાઓને યોજનાઓનો લાભ કેવી રીતે મળી શકે તે અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ મહિલાઓને સ્વરોજગારી માટે જરૂરી ફોર્મ અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું…

Read More

રાજકોટમાં પેલેસ રોડ પર પ્રહલાદ પ્લોટમાં ગોલ્ડન પેલેસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ મનુભાઈ જ્વેલર્સમાં તપાસ અને સીઝરની કાર્યવાહી

હિન્દ ન્યુઝ, રાજકોટ       ભારતીય માનક બ્યૂરોની રાજકોટ શાખા દ્વારા રાજકોટમાં પેલેસ રોડ પર પ્રહલાદ પ્લોટમાં ગોલ્ડન પેલેસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મનુભાઈ જ્વેલર્સમાં તપાસ અને સીઝરની કાર્યવાહી કરવામાં આવી હતી.        બ્યૂરોની રાજકોટ શાખા દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવ્યા મુજબ, બી.આઈ.એસ.ની ટીમની તપાસમાં જ્વેલર્સની આ શાખામાં ૨૭મી નવેમ્બરે હોલમાર્ક વિના સોનું વેચાતું હોવાનું ધ્યાને આવ્યું હતું, જેનાથી હોલમાર્ક સાથે સોનાના દાગીના-સોનું વેચવા અંગેના ૨૦૨૦ના ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરનો ભંગ થતો હોવાથી હોલમાર્ક વિનાના સોનાને સીઝ કરવાની કાર્યવાહી કરાઈ હતી. બ્યૂરો દ્વારા હોલમાર્ક વિના વેચાણ માટે ડિસ્પ્લેમાં…

Read More

ગ્રાહકોએ ખરીદી પહેલાં હોલમાર્કની સત્યતાની ખરાઈ કરવી

હિન્દ ન્યુઝ, રાજકોટ       હોલમાર્ક વિના કે નકલી હોલમાર્કવાળા સોના કે સોનાના દાગીનાનું મોટો નફો રળવા માટે વેચાણ કરાતું હોય છે. આથી ગ્રાહકોએ ખરીદી પહેલાં હોલમાર્કની સત્યતાની ખરાઈ કરવી જોઈએ. આ માટે bis.gov.in અથવા તો બી.આઈ.એસ.ની એપની મદદ પણ લઈ શકાય છે. દરેક હોલમાર્કમાં એક યૂનિક HUID હોય છે. જેના આધારે હોલમાર્કની સત્યતાની ચકાસણી થઈ શકે છે.       જો કોઈ ઉત્પાદન પર હોલમાર્ક કે આઈ.એસ.આઈ. માર્કાના દુરુપયોગના કિસ્સા ગ્રાહકોના ધ્યાને આવે તો, સાયન્ટિસ્ટ ઈ અને હેડ, બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ, એફ.પી. નં.૩૬૪ય/પી, વોર્ડ નં.૧૩, કાલાવડ રોડ,…

Read More

સખી મંડળના સભ્યોના કુટુંબના બેરોજગાર યુવકો માટે એરક્ન્ડીશનર અને રેફ્રીજરેટર રીપેરીંગ તાલીમનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૪ના રોજ આરસેટી (સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ) ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.) અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના સખી મંડળના સભ્યોના કુટુંબના બેરોજગાર યુવકો માટે એરક્ન્ડીશનર અને રેફ્રીજરેટર રીપેરીંગ તાલીમનું આયોજન કરાયું છે. જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ તાલીમમાં રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાંથી આવેલા ૩૫ જેટલા યુવકો એ.સી. અને ફ્રીજની રીપેરીંગ તાલીમ લઇ રહ્યા છે.  ડી.આર.ડી.એ. અને આરસેટી દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા…

Read More

વિંછીયા તાલુકાના લાલાવદર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, રાજકોટ      રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે આજે વિંછીયા તાલુકાના લાલાવદર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વિંછીયા પંથકમાં રૂપિયા ૨૭ કરોડના ખર્ચે આધુનિક સગવડયુક્ત નવી હોસ્પિટલ બનાવવામાં આવશે. આ માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ લાલાવદર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત પ્રસંગે લોકોને સંબોધતા કહ્યું હતું કે, આશરે રૂ. ૨૭.૨૮ લાખના ખર્ચે તૈયાર થનારા આ પેટા આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સ્તરની તમામ આરોગ્ય સારવાર મળશે. તેમણે દેવપરાના પાટીયા…

Read More

વડોદરા જિલ્લામાં નવેમ્બર ૨૦૨૪ માં ૧૧ રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળા યોજાયા

હિન્દ ન્યુઝ, વડોદરા     ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની, નિયામક રોજગાર અને તાલીમ કચેરી, ગાંધીનગર હસ્તકની વડોદરા જિલ્લામાં મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી તરસાલી ખાતે અને યુનિવર્સીટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (યુઈબી),એમ .એસ. યુ કેમ્પસ ખાતે આવેલ છે. જેમાં રોજગાર કચેરીઓ દ્વારા કંપની (સંસ્થા)કે નોકરીદાતા અને રોજગારવાંચ્છુની રોજગારીની જરુરીયાત પૂર્ણ કરવા અનુબંધમ અને એનસીએસ પોર્ટલ મારફતે ઔધોગીક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.  નવેમ્બર માસમાં બંને રોજગાર કચેરી દ્વારા વડોદરા જીલ્લાના નોકરીદાતાને સ્થાનિક ઉમેદવારો અને અભ્યાસ કરેલ ઉમેદવારોને જિલ્લામાં રોજગારીની તકો પ્રાપ્ત થાય તે…

Read More

વડોદરા કલેક્ટર તંત્ર દ્વારા ઇસરકારમાં ૪૭૨૯૩ ઇફાઇલ અને ટપાલની કામગીરી

હિન્દ ન્યુઝ, વડોદરા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મહત્વાકાંક્ષી અભિયાન ડિઝીટલ ઇન્ડિયાને અનુરૂપ રાજ્ય સરકારના રોજબરોજના કામોમાં પણ ટેક્નોલોજીના ઉપયોગ માટે વિકસાવવામાં આવેલા ઇસરકારના મોડ્યુલના અમલમાં વડોદરા જિલ્લા વહીવટી તંત્ર સમગ્ર રાજ્યમાં અગ્રણી જિલ્લા તરીકે ઉભરી રહ્યો છે. કલેક્ટર કચેરી, પ્રાંત અને મામલતદાર કચેરીમાં ઇસરકારનો અમલ કરી સમગ્ર પત્ર વ્યવહાર ડિઝીટલ કરવામાં આવ્યો છે.  વડોદરા કલેક્ટર કચેરી દ્વારા તા. ૨૬ની સ્થિતિએ ૪૫૧૮૭ ઇટપાલ અને ૨૧૦૬ ઇફાઇલ ક્રિએટ કરવામાં આવી છે. આ બન્ને મળી ઇસરકારમાં ૪૭૨૯૩ ફાઇલ અને ઇટપાલની કામગીરી થઇ છે. આ જ સ્થિતિ પ્રાંત કચેરી પ્રમાણે જોઇએ તો ડભોઇમાં ૨૨૪૦, વડોદરા…

Read More

શિયાળુ ખેતીને પ્રોત્સાહન અને ખેડૂતોને માર્ગદર્શન આપવા ડિસેમ્બરમાં યોજાશે રવી કૃષિ મહોત્સવ

હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા જિલ્લાના સાતેય તાલુકામાં તા. ૬ અને ૭ ડિસેમ્બરમાં રવી કૃષિ મહોત્સવ અંતર્ગત સેમિનારો યોજાશે. રાજ્યમાં નર્મદા સહિત સિંચાઇ સુવિધાઓ વધી છે ત્યારે, શિયાળુ ખેતી માટેની તકોમાં આશાસ્પદ વૃદ્ધિ થઈ છે. તેને અનુલક્ષીને રાજ્ય સરકારે ડિસેમ્બર મહિનામાં રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવનું આયોજન કર્યું છે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અંજુ શર્માએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના અધિકારીઓને રાજ્યના તમામ જિલ્લાઓમાં અસરકારક આયોજનનું માર્ગદર્શન આપ્યું હતું.  નિર્ધારિત રૂપરેખા અનુસાર તા.૬ અને ૭ ડિસેમ્બરના રોજ તેના વિવિધ કાર્યક્રમો જિલ્લા અને તાલુકા સ્તરે યોજાશે.રાજ્યમાં તાલુકાવાર ૨૪૮ કાર્યક્રમો યોજીને ટકાઉ ખેતી,…

Read More