ઉનાળાની સિઝનને અનુલક્ષીને આઇસ્ક્રીમનું ઉત્પાદન કરતા એકમોની તપાસ

હિન્દ ન્યુઝ, રાજકોટ

    ઉનાળાની સિઝનને અનુલક્ષીને આઇસ્ક્રીમનું ઉત્પાદન કરતાં 02 એકમોની તપાસ કરવામાં આવેલ જેમાં 2 પેઢીમાંથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ નીચે મુજબ વિગતે કુલ 03 નમૂના લેવામાં આવેલ. 

1. પાન મસાલા ફલેવર આઇસ્ક્રીમ (લુઝ): સ્થળ- શ્રીજી ફૂડ્સ(ડિલાઇટ આઇસ્ક્રીમ), મહાદેવવાડી મેઇન રોડ, લક્ષ્મીનગર પાસે, રાજકોટ.

2. રોઝ પેટલ આઇસ્ક્રીમ (લુઝ): સ્થળ- શ્રીજી ફૂડ્સ(ડિલાઇટ આઇસ્ક્રીમ), મહાદેવવાડી મેઇન રોડ, લક્ષ્મીનગર પાસે, રાજકોટ.

3. રેડ વેલ્વેટ આઇસ્ક્રીમ (લુઝ): સ્થળ- રાજમહલ આઇસ્ક્રીમ, મણીનગર-3, મહાદેવવાડી, મવડી પ્લોટ, રાજકોટ.

· રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 05 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

· ચકાસણી કરેલ ધંધાર્થીઓની વિગત :

              ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં આવેલ (0૧)જોકર ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (0૨)બજરંગ જ્યુશ સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (0૩)ઢોસા પેલેસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (0૪)સ્વાદ રસથાળ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)લક્ઝરી પાન & કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

       તથા (૦૬)સોરઠિયા રેસ્ટોરેન્ટ (૦૭)કૈલાશ ભેળ (૦૮)ન્યુ બજરંગ કોલ્ડ્રિંક્સ (0૯)શ્રી ચામુંડા સ્વીટ (૧૦)ડાયમંડ શીંગ (૧૧)શક્તિ પરોઠા હાઉસ (૧૨)પટેલ વિહાર રેસ્ટોરેન્ટ (૧૩)કનૈયા ગુજરાતી રેસ્ટોરેન્ટ (૧૪)અંબિકા રેસ્ટોરેન્ટ (૧૫)પ્રિન્સ આઇસ્ક્રીમ & કુલ્ફી (૧૬)જલારામ રેસ્ટોરેન્ટ (૧૭)ખોડિયાર ફરસાણ (૧૮)મહાલક્ષ્મી ડેરી ફાર્મ (૧૯)S.S. ફૂડ મોલ (૨૦)શિવશક્તિ રેસ્ટોરેન્ટની ચકાસણી કરવામાં આવેલ.

 

Related posts

Leave a Comment