હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ કૃષ્ણ ત્રયોદશી પર સોમનાથ મહાદેવને કૈલાશ દર્શન શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા હતા. કૈલાશ પર્વત એ ભગવાન શિવનું નિવાસસ્થાન છે. સોમનાથ મહાદેવના આ વિશેષ શૃંગારમાં કૈલાશ પર્વત વચ્ચે બિરાજમાન સોમનાથ મહાદેવ શ્રદ્ધાળુને દર્શન દઈ રહ્યા હોય તેવી પ્રતિકૃતિ રચવામાં આવી હતી. સોમનાથ મહાદેવના આ વિશેષ શૃંગારના દર્શન કરી ભક્તોના માનસ પટલ પર કૈલાશ દર્શન કર્યા નો ભાવ સર્જાયો હતો. આ અનુભવ શૃંગાર ભક્તોને આધ્યાત્મિક ઉન્નતિ અને શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
Read MoreMonth: August 2024
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના અતિવૃષ્ટિથી પ્રભાવિત બેડ, વસઈ અને આમરા ગામની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે અતિવૃષ્ટિથી પ્રભાવિત જામનગર તાલુકાના બેડ, વસઈ અને આમરા ગામની મુલાલાત લઇ કુદરતી આફત વચ્ચે લોકોના ઘરે જઈ તેમના ખબર અંતર પૂછ્યાં હતા.બેડ ટોલનાકા પાસે અને આજુબાજુના વિસ્તારમાં પાણીના વધુ પ્રવાહના લીધે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું. ત્યારે મંત્રીએ લગત અધિકારીઓને અસરગ્રસ્ત ગામોનો ત્વરિત સર્વે કરી કામગીરી કરવા જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લા વહિવટી તંત્ર અને પદાધિકારીઓએ ઝીરો કેઝ્યુલિટીના ધ્યેય સાથે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. જેના પરિણામે માનવ જીવન સલામત છે. મંત્રીએ ખેડૂતો,…
Read Moreભારે વરસાદની સ્થિતિ બાદ રોગચાળા અટકાયતી પગલાં અંગે જિલ્લા આરોગ્ય તંત્રની સઘન કામગીરી
હિન્દ ન્યુઝ, આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.દિપક પરમારની સુચના મુજબ આણંદ જિલ્લામાં બે દિવસ સુધી થયેલ અતિવૃષ્ટિ બાદ પુરના પાણી ઓસરતા તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કેમ્પોનું આયોજન કરી રોગચાળા અટકાયતી પગલાં માટે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગની કુલ ૮૫૩ આરોગ્ય ટીમો દ્વારા રોગચાળો ના ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે અસરકારક કામગીરી કરવામાં આવી છે. જેમાં કુલ ૧,૮૬,૬૩૨ વસ્તીમાં સર્વે કરી…
Read Moreછોટાઉદેપુરમાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં ઉંચાઈના આધારે પસંદગી કરવામાં આવશે
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં તા.૦૧/૦૧/૨૦૦૯ પછી જન્મેલા ભાઇઓ અને બહેનો માટે ઊંચાઈના પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેમાં નીચે મુજબના માપદંડોના આધારે પસંદગી કરવામાં આવશે. જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલમાં જોડાવા ઈચ્છુક વિદ્યાર્થીઓને જન્મતારીખનો દાખલો અને આધાર કાર્ડ સાથે તા.૧૦/૦૯/૨૦૨૪ સવારે ૧૧-૦૦ થી ૦૧-૦૦ કલાક દરમિયાન કવાંટની એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ ખાતે ઉપસ્થિત રહેવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે. આ યોજના વિશેની વધુ માહિતી માટે જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના કન્વીનર મહેન્દ્રભાઇ…
Read Moreછોટાઉદેપુર જિલ્લામાં વરસાદના પગલે બિસ્માર થયેલા રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓનું ધોવાણ થયું છે. વરસાદી પાણીથી રસ્તા ઉપર થયેલા ધોવાણને લીધે પ્રજાજનોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે ઝોઝ-કેવડી રોડ, નસવાડી-કવાંટ રોડ અને છોટાઉદેપુર નગરના રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.
Read Moreછોટાઉદેપુર જિલ્લાની ફાયર ટીમ વડોદરા શહેરના પૂરગ્રસ્ત નગરજનોની વ્હારે પહોંચી
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ઘણા શહેરોની હાલત કફોડી બની છે. જ્યારે વડોદરા શહેરમાં અતિ ભારે વરસાદને પગલે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા રાહતની કામગીરી માટે છોટાઉદેપુર જિલ્લાની ફાયર ટીમ વડોદરા શહેરમાં ખડે પગે સેવા આપી રહી છે. છોટાઉદેપુર જિલ્લાની ફાયર ટીમ તા.૨૮/૦૮/૨૦૨૪ થી વડોદરા શહેરના માંજલપુર, કલાલી અને તલસર વિસ્તારના લોકોની મદદ માટે દિવસ રાત ખડે પગે છે. આ ટીમ દ્વારા ૧૬૦ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તદુપરાંત જરૂરિયાતમંદ લોકોને પાણીની ૨૫૦૦ બોટલ, ૭૦૦ ફૂડ પેકેટ અને ૫૦૦ નાસ્તાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.…
Read Moreછોટાઉદેપુર જિલ્લામાં પાણીજન્ય/વાહકજન્ય રોગચાળો અટકાવવા કટિબદ્ધ બનતું જિલ્લા આરોગ્ય તંત્ર
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં રોગચાળો ના ફેલાય તે માટે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાની સુચના અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં પાણીજન્ય/વાહકજન્ય રોગચાળા સામે અટકાયતી પગલા અંગેની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા.૧૯/૦૭/૨૦૨૪ થી તા.૨૯/૦૮/૨૦૨૪ સુધીમાં આરોગ્ય વિભાગની ૮,૯૩૩ જેટલી ટીમ દ્વારા ૪,૧૮,૨૮૨ ઘરો અને ૨૯,૦૮,૬૧૫ નાગરિકોની તપાસ કરવામાં આવી છે. જેમાં તાવના ૩,૭૬૮, ઝાડાના ૨,૪૨૮, ઝાડા-ઉલ્ટીના ૬૫, શરદી-ખાંસીના ૭,૮૭૦, પેટમાં દુ:ખાવાના ૧,૧૩૨, સિકલ સેલના ૧૮૮ અને ૨,૮૬૫ અન્ય રોગ મળી કુલ ૧૮,૩૪૩ લોકોનું નિદાન કરવામાં આવ્યું છે. જિલ્લામાં પાણીજન્ય રોગોનો ફેલાવો અટકાવવા…
Read Moreભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર મેનેજમેન્ટ તાલીમ યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગરમાં ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તા.૦૧.૦૮.૨૦૨૪ થી તા.૩૦.૦૮.૨૦૨૪ સુધી નિવાસી બ્યુટીપાર્લર મેનેજમેન્ટની ૩૦ દિવસની તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધેલ ૨૭ જેટલા ગામડાના બી.પી.એલ તાલીમાર્થી બહેનોને નિ:શુલ્ક બ્યુટીપાર્લરની કીટનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. એસ.બી.આઇ આરસેટી ડાયરેક્ટર રમેશકુમાર એસ. રાઠોડના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્ર્મનુ આયોજન કરવામાં આવ્યુ હતું. છેલ્લા દિવસે કીટ વિતરણ અને સમાપન પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર પાડવા માટે અતિથિ વિશેષ નાબાર્ડ ભાવનગર ના ડી.ડી.એમ દિપકકુમાર ખલાસ તેમજ એસ.બી.આઇ ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી)ના ફેકલ્ટી નિલેષભાઇ બરોલીયા, ફેકલ્ટી હંસાબેન ચાવડાગોર, ઓફીસ આસી. ઇશાન કલીવડા અને…
Read Moreભાવનગર જિલ્લામાં ૧૩૧૧ જેટલી આરોગ્યની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર હાલ ચોમાસાની ઋતુમાં વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે ભાવનગર જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી ની સૂચના અને ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચંદ્રમણી કુમાર પ્રસાદના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પાણીજન્ય રોગચાળા સહિત કોઈપણ પ્રકારનો રોગચાળો ફેલાય નહી તેની ખાસ તકેદારી રાખીને અગમચેતીના ભાગરૂપે જિલ્લામાં ૧૩૧૧ જેટલી આરોગ્ય વિભાગની મેડીકલ અને પેરા મેડીકલની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં ચોમાસાની ઋતુમાં ઝાડા-ઉલ્ટી, શરદી, સામાન્ય તાવ…
Read Moreવન વિભાગ દ્વારા પશુ સંવર્ધન હેતુ ઘાસ લઈ જવા બીન અનામત વીડીઓની હરાજી કરાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર લાગુ પડતા સર્વે ધંધાદારીઓ અને ઇજારદારો તથા લાગુ પડતી ગ્રામ પંચાયતોને તથા ગૌ-સંવર્ધન કામ કરતી પાંજરાપોળને, માલધારી સહકારી મંડળીઓને જણાવવામાં આવે છે કે, વન વિભાગની બિન અનામત વીડીઓ સને ૨૦૨૪-૨૫ના વર્ષનું ઘાસ વાઢી લઈ જવા માટે ઈજારો આપવા માટેની ત્રીજી વખતની જાહેર હરાજી રાખવામાં આવેલ છે.તો કોઈને બિન અનામત વીડીઓ ઈજારા થી રાખવાની ઇચ્છા હોય તેમણે સમયસર હરાજીમાં હાજર રહીને માંગણી કરવાની રહેશે. જેમા ભાવનગર તાલુકાના થોરડી ગામે ૭.૯૬ હે.આર. વિસ્તારમાં, લાખણકા ગામે ૨૧.૭૩ હે.આર. વિસ્તારમાં અને ભવાનીપરા ગામે ૭.૯૨ હે.આર. વિસ્તારમાં, શિહોર તાલુકાના ઈશ્વરીયા…
Read More