હિન્દ ન્યુઝ, સોમનાથ અષાઢી બિજ નિમીત્તે સોમનાથ મહાદેવને વિશેષ જગન્નાથ શૃંગાર કરાયો હતો. આ શૃંગાર પુજારીશ્રીઓ દ્વારા પુષ્પો બિલ્વપત્રો સહિત સામગ્રી દ્વારા તૈયાર કરવામાં આવેલ. મહાભારત ના ઉલ્લેખ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણને પ્રભાસમાં સોમનાથ યાત્રા પ્રીય હતી, ભગવાન શ્રી કૃષ્ણ એ વૈકુંઠ પ્રયાણ માટે દેહોત્સર્ગ ગોલોકધામ ખાતેથી કરેલ. ભગવાન શિવ પરમ વૈષ્ણવ છે, અને ભગવાન શ્રી કૃષ્ણ એ પરમ શિવ ભક્ત છે, વેદોમાં કહેવાયુ છે, કે “शिवस्य हृदयं विष्णुं विष्णोश्च हृदयं शिवः || ” ભગવાન શિવના હ્રદયમાં ભગવાન વિષ્ણુ છે, અને ભગવાન વિષ્ણુના હ્રદયમાં ભગવાન શિવ સદૈવ બિરાજમાન…
Read MoreDay: August 4, 2024
સિક્કા મુક્તિધામ ખાતે આકાર પામેલ ઑક્સિજન પાર્કની મુલાકાત લેતાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, સિક્કા સિક્કા મુક્તિધામ અને કુંભનાથ મહાદેવના સાનિધ્યમાં વન વિભાગ તથા રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી આકાર પામેલ ઑક્સિજન પાર્કની કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા કલેકટર બી.કે.પંડ્યા વગેરેએ મુલાકાત લઈ વૃક્ષારોપણ વિશેની તલસ્પર્શી માહિતી મેળવી હતી અને આ પર્યાવરણલક્ષી ઉમદા કાર્યની સરાહના કરી હતી. આ ઑક્સિજન પાર્કમાં લીમડો, કરંજ, જાંબુ, સપ્તપર્ણી, સવન, સરગવો, પારસ પીપળો, ફૂલ્ટોફોર્મ, દાડમ, આંબલી વિગેરે જેવા અંદાજિત ૪,૦૦૦ કરતા પણ વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરી તેનો ઉછેર કરાયો છે.જેના કારણે એક સમયે સાવ વેરાન લાગતી આ જગ્યા આજે હરિયાળી બની છે. મંત્રી સાથે આ…
Read More