સંખેડા જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ જોગ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     જવાહર નવોદય વિદ્યાલય સંખેડા, કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા સંચાલિત ઉત્કૃષ્ટ અને સર્વાંગી શિક્ષણ આપતી રાષ્ટ્રીય કક્ષાની એક માત્ર નિવાસી શાળા છે. આ શાળામાં ગ્રામીણ ક્ષેત્રના પ્રતિભાવાન વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષાના માધ્યમથી પ્રવેશ આપવામાં આવે છે. ઉચ્ચ બુધ્ધિઆંક ધરાવતા અને મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. આ શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્રારા બાળકનો સર્વાંગી વિકાસ થાય તેવું નિ:શુલ્ક શિક્ષણકાર્ય રાષ્ટ્રીય કક્ષાના શિક્ષકો દ્રારા કરાવવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં રહેતા અને વર્ષ ૨૦૨૪-૨૫ માં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ -૬ (છ)…

Read More

આણંદ જિલ્લામાં તા. ૨૨ ઓગષ્ટના રોજ નેશનલ ડી વોર્મીંગ ડે (રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ) ઉજવાશે

હિન્દ ન્યુઝ, આણંદ    ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના દિશાનિર્દેશ અન્વયે આણંદ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત દ્વારા તા. ૨૨ ઓગષ્ટના રોજ નેશનલ ડી વોર્મીંગ ડે (રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ) ઉજવાશે તથા તા.૨૯ ઓગષ્ટના રોજ મોપ- અપ રાઉન્ડનું આયોજન કરીને ૬ લાખથી વધુ બાળકોને કૃમિનાશક ગોળી આપવામાં આવશે.         આંણદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર જિલ્લાના અંદાજીત ૬ લાખથી વધારે બાળકોને કૃમિનિયંત્રણની ગોળી ખવડાવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં આંગણવાડી,. પ્રા.શાળા, મા.શાળા તેમજ કોલેજમાં નોંધાયેલા અને ન નોંધાયેલા તમામ બાળકોને કૃમિનાશક ગોળી આશાબેહેનો, આંગણવાડી…

Read More

અનુસૂચિત જાતિના ખેડૂતોએ “અંગભૂત યોજના” અંતર્ગત વિનામૂલ્યે શાકભાજી પાકોના હાઈબ્રીડ બિયારણના ઇનપુટ કિટ્સનો લાભ લેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, આણંદ     અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ચાલતી “અંગભૂત યોજના” અંતર્ગત હાઇબ્રીડ શાકભાજી પાકોની ખેતી કરવા માટે ખેડૂત ખાતેદારને વર્ષ ૨૪-૨૫ માં ૧૦ ગુંઠાની એક એવી મહત્તમ બે કિટ્સ મળવાપાત્ર થાય છે.         જે અંતર્ગત ખેડુતો લાભ લેવા માંગતા હોય તેમણે ૭/૧૨,૮- અ, આધાર કાર્ડની નકલ, અનુ. જાતિ અંગેનો સક્ષમ અધિકારીનો દાખલાની નકલ સાથે નાયબ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.         આણંદ ખાતે આવેલી નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબર – ૪૨૭, ચોથો માળ,જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે,…

Read More

ઘઉં, કઠોળ, ખાદ્ય તેલ અને ખાદ્ય તેલીબિયાના વેપાર સાથે સંકળાયેલ વ્યાપારીઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

હિન્દ ન્યુઝ, આણંદ     ભારત સરકાર દ્વારા ઘઉં, ખાંડ, ચોખા, ડાંગર, કઠોળમાં તુવેર, અડદ, ચણા, મગ અને મસૂર તેમજ ખાદ્ય તેલ અને ખાદ્ય તેલીબિયાના વેપાર સાથે સંકળાયેલ વ્યાપારીઓનું રજીસ્ટ્રેશન કરાવવા અને જથ્થો જાહેર કરવા બાબતે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.         જેમાં ઘઉં માટે વેબ પોર્ટલ https://evegoils.nic.in/wsp/logon, ખાંડ માટે https://esugar.nic.in/ssmp/sp.html, ચોખા – ડાંગર માટે https://gvegoils.nic.in/rioce/login.html, કઠોળ માટે https://Fcainfoweb.nic.in/psp/ અને ખાદ્ય તેલ અને ખાદ્ય તેલીબીયા માટે https://evefoils.nic.in/eosp/login માં ભારત સરકાર ના આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે.       આ પોર્ટલ ઉપર વેપારીઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું…

Read More

શ્રાવણ શુક્લ ચતુર્દશી પર સોમનાથ મહાદેવને મહારુદ્ર શૃંગાર કરાયો

હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રવણ શુક્લ ચતુર્દશી પર શ્રી સોમનાથ મહાદેવને મહારુદ્ર શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા છે.  મહારુદ્ર એ ભગવાન શિવના સૌથી અદભુત સ્વરૂપ પૈકીનું એક રૂપ છે. શિવજીનું મહારુદ્ર સ્વરૂપ તેમની પ્રચંડ શક્તિ અને સંહાર ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. મહારુદ્ર સ્વરૂપમાં ભગવાન શિવ સમગ્ર ત્રિલોકીનો સંહાર કરીને નવું સર્જન કરે છે. આ દર્શાવે છે કે વિનાશ પછી જ નવું જીવન શક્ય બને છે અને એ નિરંતરતામાં જો કોઈ સ્થિર છે તો એ એકમાત્ર શિવ છે. મહારુદ્ર સ્વરૂપ ભક્તોમાં ભક્તિ ઉત્પન્ન કરે છે સાથે સાથે, અધર્મના માર્ગ પર ચાલનાર તેમની વિનાશક…

Read More

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે શ્રાવણી પર્વ બળેવની ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ઉજવણી 

હિન્દ ન્યુઝ, સોમનાથ       ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે યાત્રાધામ પ્રાચી માં શ્રાવણી પર્વ બળેવની ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ઉજવણી કરવામાં આવી. બહોળી સંખ્યામાં ભુદેવોએ જનોઈ બદલી. શ્રવણ નક્ષત્ર નાં શુભ મહુર્તમાં આજે બળેવ પ્રસંગે જનોઈ બદલવામાં આવી. જનોઈ બદલ્યા બાદ રક્ષાબંધન પર્વ ઉજવાશે.     પ્રાચી તીર્થ આજે મોક્ષ પીપળા સાનિધ્યમાં પ્રાચી તીર્થ ના ભૂદેવો દ્વારા સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો આજે બ્રાહ્મણ અને લોહાણા અને સમાજ આજે પણ જનોઈ ધારણ કરે છે. જનોઈને શાસ્ત્રોમાં ‘યજ્ઞોપવિત’ કહેવામાંં આવે છે. જે અતિ પવિત્ર ગણવામાં આવે…

Read More