અનુસૂચિત જાતિના ખેડૂતોએ “અંગભૂત યોજના” અંતર્ગત વિનામૂલ્યે શાકભાજી પાકોના હાઈબ્રીડ બિયારણના ઇનપુટ કિટ્સનો લાભ લેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, આણંદ

    અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ચાલતી “અંગભૂત યોજના” અંતર્ગત હાઇબ્રીડ શાકભાજી પાકોની ખેતી કરવા માટે ખેડૂત ખાતેદારને વર્ષ ૨૪-૨૫ માં ૧૦ ગુંઠાની એક એવી મહત્તમ બે કિટ્સ મળવાપાત્ર થાય છે.

        જે અંતર્ગત ખેડુતો લાભ લેવા માંગતા હોય તેમણે ૭/૧૨,૮- અ, આધાર કાર્ડની નકલ, અનુ. જાતિ અંગેનો સક્ષમ અધિકારીનો દાખલાની નકલ સાથે નાયબ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

        આણંદ ખાતે આવેલી નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબર – ૪૨૭, ચોથો માળ,જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતેથી વિના મૂલ્યે કિટ્સ આપવાની હોવાથી વહેલીતકે અરજી કરવા જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment