ઘઉં, કઠોળ, ખાદ્ય તેલ અને ખાદ્ય તેલીબિયાના વેપાર સાથે સંકળાયેલ વ્યાપારીઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

હિન્દ ન્યુઝ, આણંદ

    ભારત સરકાર દ્વારા ઘઉં, ખાંડ, ચોખા, ડાંગર, કઠોળમાં તુવેર, અડદ, ચણા, મગ અને મસૂર તેમજ ખાદ્ય તેલ અને ખાદ્ય તેલીબિયાના વેપાર સાથે સંકળાયેલ વ્યાપારીઓનું રજીસ્ટ્રેશન કરાવવા અને જથ્થો જાહેર કરવા બાબતે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.

        જેમાં ઘઉં માટે વેબ પોર્ટલ https://evegoils.nic.in/wsp/logon, ખાંડ માટે https://esugar.nic.in/ssmp/sp.html, ચોખા – ડાંગર માટે https://gvegoils.nic.in/rioce/login.html, કઠોળ માટે https://Fcainfoweb.nic.in/psp/ અને ખાદ્ય તેલ અને ખાદ્ય તેલીબીયા માટે https://evefoils.nic.in/eosp/login માં ભારત સરકાર ના આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે.

      આ પોર્ટલ ઉપર વેપારીઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને દર શુક્રવારે પોતાની પાસે ઉપલબ્ધ જથ્થાની વિગતો વેબ પોર્ટલ પર જાહેર કરવાની હોય છે, તેમ આણંદના જિલ્લા પુરવઠા અધિકારી શિવાંગી શાહ દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment