ભાવનગર જિલ્લાકક્ષા ૧૫ થી ૨૯ વર્ષના કલાકારો માટે યુવા ઉત્સવ – ઈન્ડિયા@2047 સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય ભારત સરકાર આયોજીત અને નેહરૂ યુવા કેન્દ્ર ભાવનગર સંચાલિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ભાવનગર વિસ્તારના કલાકારો માટે જિલ્લાકક્ષા યુવા ઉત્સવ – ઈન્ડિયા@2047 અંતર્ગત ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ (૧) ચિત્ર સ્પર્ધા, (૨)કાવ્યલેખન, (૩)મોબાઈલ ફોટોગ્રાફી વર્કશોપ અને સ્પર્ધા, (૪) વક્તવ્ય અને (૫)સમૂહ સાંસ્કૃતિક રાસ સ્પર્ધાનું આયોજન તા.૨૪-૦૬-૨૦૨૩ શનિવારના રોજ સવારે 0૯:00 કલાકેથી શિશુવિહાર સંસ્થા, શિશુવિહાર સર્કલ, ભાવનગર ખાતે યોજાશે. આ સ્પર્ધાઓમાં અરજી કરેલ સ્પર્ધકોએ ઉપરોક્ત તારીખ અને સ્થળ ધ્યાને લઈને સમયસર હાજર રહેવા વિનંતી તથા વક્તવ્ય સ્પર્ધાના વિષયો કચેરીના બ્લોગ એડ્રેસ :- http://dsosportsbvr.blogspot.com પરથી મેળવી લેવાના રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.

Related posts

Leave a Comment