એઈમટ્રોન ફાન્ડેશન (USA) અને પોપ્યુલર સ્કૂલ કસ્તુરબા ધામ ત્રાંબાના સયુંક્ત ઉપક્રમે વિશ્વ યોગા દિવસ નિમિતે ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ

     એઈમટ્રોન ફાન્ડેશન (USA) અને પોપ્યુલર સ્કૂલ કસ્તુરબા ધામ ત્રાંબાના સયુંક્ત ઉપક્રમે વિશ્વ યોગા દિવસ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. યોગ એ ફકત યોગ નહિ પણ આપણી જીવશૈલી છે તેવા ભાવ સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે, જીવનમાં નિયમિત યોગનું મહત્વ, યોગના ફાયદા અનેકવિધ રોગની સામે રક્ષણ વગેરેની વિસ્તૃત સમજણ સાથે બહોળી સંખ્યા યોગ દિવસને ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી.

 

યોગ શિક્ષક ચંદેશભાઈ દ્વારા પ્રેક્ટીકલ યોગા કરાવવામાં આવ્યા. સદરહુ કાર્યક્રમમાં પોપ્યુલર સ્કૂલના સંચાલક શર્મિલાબેન બાંભણિયા, સરોજબેન મારડિયા, શિક્ષકગણ એઈમટ્રોન ફાઉન્ડેશન દ્વારા ચાલતા સીવણ ક્લાસના ૪૦ તાલીમાર્થી બહેનો તેમજ ૫૦૦ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહથી યોગામાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો.

અમેરિકા સ્થિત એઈમટ્રોન ફાઉન્ડેશનના સ્વપ્ન દ્રષ્ટા મુકેશભાઇ વસાણીની દિર્ઘ દૃષ્ટિથી સંસ્થા દ્વારા નિ:શુલ્ક અનેક વિધ કાર્યક્રમો જેવા કે આરોગ્ય, શિક્ષણ, સેલ્ફ ડિફેન્સ, સ્કિલ ડેવલોપમેન્ટ અને રોજગાર લક્ષી કરવામાં આવી રહ્યા છે. સંસ્થાને લોકો તરફથી ખૂબ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.

Related posts

Leave a Comment