લુણાવાડા તાલુકાના રાઘવનાં મુવાડા પ્રાથમિક શાળા ખાતે નવનિર્મિત મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, મહીસાગર 

         મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રાઘવનાં મુવાડા પ્રાથમિક શાળા ખાતે નવનિર્મિત મકાનનો લોકાર્પણ કાર્યક્રમ ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલની ઉપસ્થિતિમાં યોજાયો.

      આ પ્રસંગે ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલએ બાળકોને પ્રોતસાહિત કરતા જણાવ્યું હતું કે શિક્ષણ એટલે કેળવણી દુનિયાનું સૌથી વધુ આનંદ આપતું કાર્ય શિક્ષણ છે. શિક્ષકોએ બાળકોના મનમાં સપનાનું વાવેતર કરવું જોઈએ અને બાળકોને રોજબરોજ વાચન તરફ વળવું જોઈએ. બાળકોની અંદર છૂપાયેલી શક્તિને બહાર લાવવાનું કામ શિક્ષકનું છે.

     વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારું ગામ હરિયાળું ગામ અંતર્ગત દરેક ગામમાં ૭૫ વૃક્ષ અને તળાવો પર ૭૫ વૃક્ષ વાવી પ્રકૃતિનું જતન કરીએ અને દરેક બાળક એક વૃક્ષ વાવવું જોઈએ.

     આ પ્રસંગે નિવૃત્ત આઇ એ એસ એચ એસ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરી,ગામના સરપંચ, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિનેશ ચમાર, મહિસાગર 

Related posts

Leave a Comment