મહાકુંભ સમાન મહાશિવરાત્રીના મેળામાં આજે રાજસ્થાનથી સખી સહેલીઓનું વર્તુળ પહોંચ્યું

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     મહાકુંભ સમાન મહાશિવરાત્રીના મેળામાં આજે રાજસ્થાનથી સખી સહેલીઓનું વર્તુળ પહોંચ્યું હતું, તેમણે મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થવાને સૌભાગ્ય ગણાવી વહીવટી તંત્રની વ્યવસ્થાઓની ખુલ્લા મને પ્રશંસા કરી હતી. રાજસ્થાનથી પોતાના સખી સહેલીઓ સાથે પૂર્ણિમાજીએ જણાવ્યું હતું કે, ગિરનારની પવિત્ર ભૂમિ પર અમે પહેલીવાર આવ્યા છીએ, તેમાં પણ અમારું સૌભાગ્ય છે કે, મીની કુંભ સમાન મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થવાનો પણ અવસર પ્રાપ્ત થયો છે. તેમણે દેશવાસીઓને પણ આ ભૂમિ પર અચૂક આવવા માટે અનુરોધ કર્યો હતો. ઉપરાંત તેમણે કહ્યું કે, પીવાના પાણી, સુરક્ષા, આરોગ્ય સેવા માટે એમ્બ્યુલન્સ સહિતની…

Read More

એક ચમચી વિનેગરથી ઘટાડો પેટની ચરબી

હિન્દ ન્યુઝ, દાહોદ  ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મેદસ્વિતા મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરી છે તે અંતર્ગત ગુજરાતમાં પણ મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેનાથી ગુજરાતીઓ મેદસ્વિતા અને તેની સાથે સંકળાયેલી અનેક બીમારીઓથી બચી શકે. આ અભિમાન અંતર્ગત આજે આપણે જાણીએ એપલ સાઈડર વિનેગર વિશે.   બજારમાં ઘણાં પ્રકારનાં વિનેગર મળી જશે પરંતુ એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ સ્વાસ્થ્ય અને સુંદરતાની દ્રષ્ટિએ સૌથી વધુ થાય છે. સફરજનનો સરકો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને એપલ સાઈડર વિનેગર તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એપલ…

Read More

જખૌ જુથ સેવા સહકારી મંડળીને ફડચામાં લઇ જવાઇ

હિન્દ ન્યુઝ, ભુજ    જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ભુજના અંતિમ આદેશ મુજબ શ્રી જખૌ જુથ સેવા સહકારી મંડળી લી, મું. જખૌ, તાલુકો: અબડાસાને ફડચામાં લઇ જવામાં આવેલી છે. આ મંડળી પાસે જેમનું કંઇ લેણું હોય તેમણે તેમનો હિસાબ/ જરૂરી આધાર પુરાવા સાથે આ નોટીસથી ૬૦ દિવસમાં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી પાસે નોંધ કરાવવી અથવા રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલી આપવી. જો કોઇ રજૂઆત કરવામાં નહીં આવે તો મંડળીના દફતર મુજબની જે કંઇ બાકી હશે તે મુજબ આગળની મંડળી આટોપવાની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે મંડળીના બાકીદારોએ તુરંત જ મંડળીનું ચુકતે લેણું…

Read More

 ખેડા જિલ્લામાં ૬૯ કેન્દ્રો પર ૪૭,૬૧૧ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા

હિન્દ ન્યુઝ, ખેડા      ખેડા જિલ્લામાં ૨૫૬૦થી વધુ કર્મયોગીઓ અને CCTV સર્વેલન્સ સાથે પરીક્ષાનું ચુસ્ત આયોજન કરવામાં આવી રહ્યું છે.  બોર્ડની પરીક્ષા સંદર્ભમાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો માટે શિક્ષણ વિભાગ દ્વારા ૨૫-૦૨-૨૦૨૬ થી ૧૯-૦૩-૨૦૨૬ સુધી કંટ્રોલરૂપ અને હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવશે. સવારે ૦૭ થી બપોરે ૦૨ કલાક સુધી નિકુંજભાઈ પ્રજાપતિને મોબાઈલ નંબર ૯૬૬૨૬૯૦૧૪૩ ઉપર અને બપોરે ૦૨ કલાકથી સાંજે ૦૮ કલાક સુધી નરેન્દ્રભાઈ પટેલને મોબાઈલ નંબર ૮૧૬૦૦૭૫૩૨૦ ઉપર સંપર્ક કરી શકાશે. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના માનસિક તણાવના સંદર્ભમાં વિશેષ રૂપે કાઉન્સેલિંગનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.   પ્રશ્નપત્રને લગતું…

Read More

મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ દિવસે આરોગ્ય તંત્ર દ્વારા ૨૪૦૫ ભાવિકોને જરૂરી આરોગ્ય સારવાર અપાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ દિવસે આરોગ્ય તંત્ર દ્વારા ૨૪૦૫ ભાવિકોને જરૂરી આરોગ્ય સારવાર આપવામાં આવી છે. મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૮ જેટલા દવાખાના ઉભા કરવામાં આવ્યા છે. અહીં ૨૧૦ જેટલા આરોગ્ય કર્મીઓ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવી રહ્યા છે. મેળામાં લોકોના આરોગ્યની ઈમરજન્સી સમયે પહોંચી વળાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી તબીબી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભવનાથ વિસ્તારમાં ૨૮ દવાખાના/હેલ્થ કેમ્પ મારફતે ભાવિકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. પ્રથમ દિવસે કુલ ૨૪૦૫ દર્દીઓને…

Read More

મહુવા તાલુકાના કાછલનીસરકારી શિક્ષણ મહાવિદ્યાલય ખાતે ‘ઉદ્દિશા પ્રકલ્પ’ અંતર્ગત રિઝ્યુમ રાઈટિંગ અને ઇન્ટરવ્યૂ સ્કિલ્સ પર સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, મહુવા      મહુવા તાલુકાના કાછલની સરકારી શિક્ષણ મહાવિદ્યાલય ખાતે ‘ઉદ્દિશા પ્રકલ્પ’ અંતર્ગત રિઝ્યુમ રાઇટિંગ અને ઇન્ટરવ્યૂ સ્કિલ્સ પર સેમિનાર યોજાયો હતો. જેમાં કોલેજના આચાર્ય ડૉ.ભાવેશ ઠક્કરે વિદ્યાથીઓને શૈક્ષણિક લાયકાત અને બદલાતા સમય અનુરૂપ રિઝ્યુમ બનાવવાની કળા તેમજ ઇન્ટરવ્યૂ માટેની તૈયારી અને આત્મવિશ્વાસ કેળવવા પર ભાર મૂક્યો હતો. સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ આદર્શ રિઝ્યુમ તૈયાર કરવા અને ઇન્ટરવ્યૂ માટે ધ્યાન રાખવાની બાબતો અંગે પ્રેક્ટિકલ સમજ પૂરી પાડી હતી. સાથે જ સેમિનારમાં તાલીમાર્થીઓએ નિષ્ણાતો પાસે કારકિર્દીને લગતી મૂંઝવણોનું નિરાકરણ મેળવ્યું હતું.              આ પ્રસંગે…

Read More

‘વર્લ્ડ રેડિયો ડે’:સ્ક્રીન વગરનો સંવાદ એટલે ‘રેડિયો’

હિન્દ ન્યુઝ, ડાંગ    વિચારોને વાચા આપનાર રેડિયો માત્ર સંચારનું સાધન નહીં, પરંતુ વિશ્વાસ, જોડાણ અને પ્રેરણાનો અવાજ છે. દર વર્ષે તા.૧૩મી ફેબ્રુઆરીના રોજ યુનેસ્કોના માધ્યમથી ‘વર્લ્ડ રેડિયો ડે’ની ભારત સહિત વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ રેડિયો પ્રસારણકર્તાઓને સમર્પિત છે. જે સમાચારોનો પ્રસાર કરે છે, વિચારોને વાચા આપે છે, અને રસપ્રદ કથાઓ પીરસે છે. ચાલુ વર્ષે ‘વર્લ્ડ રેડિયો ડે’ની ઉજવણી ‘રેડિયો અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ’ની થીમ પર કરવામાં આવશે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમવાર જન-જન સુધી સંવાદ સાધવા સને ઓક્ટૉબર, ૨૦૧૪થી ‘મન કી બાત’ કાર્યક્રમ માટે રેડિયોનું માધ્યમ પસંદ કર્યુ…

Read More

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી ઋષિકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયતના પદાધિકારીઓનો સ્નેહમિલન અને તાલીમ શિબિર કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ઉર્જા અને પેટ્રોલ કેમિકલ્સ વિભાગના મંત્રી ઋષિકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયત, ગાંધીનગર આયોજિત પંચાયતના પદાધિકારીઓનો સ્નેહમિલન અને તાલીમ શિબિર કાર્યક્રમ યોજાયો હતો.       સમારોહમાં મંત્રી ઋષિકેશભાઇ પટેલે આ તાલીમ કાર્યક્રમ દ્વારા ગાંધીનગર જિલ્લા પંચાયતને અનોખી ભાત પાડવા બદલ અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે. ઋષિકાળ અને વેદકાળથી ગ્રામ્ય વિસ્તારોમાં પંચ, પટેલ કે ગામની સમિતિઓ સ્થાપિત થયેલી હતી. આજે આ સમિતિઓને બંધારણીય દરજ્જો પ્રાપ્ત છે. ૨૮૬ ગામના સરપંચશ્રીઓ…

Read More

મહા શિવરાત્રીના મેળામાં તમામ 50 વાહનોનો ઉપયોગ કરી દિવ્યાંગ અને વૃદ્ધજનોને ભવનાથ મહાદેવના દર્શન કરાવાયા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ વખત વૃદ્ધ દિવ્યાંગજનો અને અશકતો માટે વિનામૂલ્યે વાહન વ્યવસ્થા રાખવામાં આવી છે. આ વાહનનો ઉપયોગ કરીને ભવનાથ મહાદેવના દર્શન અને મેળાનો લાભ મળતા દિવ્યાંગ અને વયોવૃદ્ધ ,અશક્ત ભાવિકોએ એ તંત્રનો આભાર માન્યો હતો. જિલ્લા વહીવટી તંત્રની આ વ્યવસ્થાને ભાવિકોએ આવકારી છે. જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની સુચનાથી આજે દિવ્યાંગો માટે રિઝર્વ રખાયેલા તમામ 50 વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી દિવ્યાંગો ,વૃદ્ધજનો અને અશકત ભાવિકોને મોટી રાહત થઈ હતી. આ કામગીરી નું સંકલન વિવિધ પાર્કિંગ ખાતેથી સમાજ સુરક્ષા વિભાગના અધિકારી અને તેની ટીમ…

Read More

દાહોદના ગારખાયા ખાતે ‘વ્હાલી દિકરી યોજના’ અંતર્ગત કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી, દાહોદ તાલુકાના ગારખાયા સ્થિત અર્બન હેલ્થ સેન્ટર ખાતે “વ્હાલી દિકરી યોજના”અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં યોજનાના લાભાર્થીઓને યોજનાની હેતુ, પાત્રતા અને લાભોની વિગતવાર માહિતી આપી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અરજી પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો, ઓનલાઈન નોંધણી અને સમયમર્યાદા અંગે સમજણ આપવામાં આવી તેમજ વધુમાં વધુ લાભાર્થીઓ સમયસર અરજી કરે તે માટે પ્રેરણા અપાઈ. આ પ્રસંગે “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાન અંતર્ગત દીકરીઓને “દીકરી વધામણા કિટ” અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહિલા અને બાળ…

Read More