આગામી તા. ૨૭મીએ કાકરાપાર અણુવિદ્યુત મથક ખાતે યોજાનારી મોક એકસરસાઇઝને અનુલક્ષીને જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધીની અધ્યક્ષતામાં બેઠક મળી

હિન્દ ન્યુઝ, સુરત

 આગામી તા. ૨૭મી ફેબ્રુઆરીના કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં યોજાનારી મોક એકસરસાઇઝને અનુલક્ષીને આગોતરા આયોજન અંગે જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. 

     બેઠકમાં ડિસ્ટ્રિકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આગામી મોક એકસરસાઇઝ અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતે જાણકારી આપી હતી અને દરેક વિભાગને સોંપવામાં આવેલ કામગીરીથી વાકેફ કર્યા હતા.

       જિલ્લા કલેકટરે બેઠક દરમિયાન મોક એકસરસાઇઝ દરમિયાન કરવામાં આવનારી કામગીરી જેવી કે રસ્તા ડાયવર્ટ કરવા, મેડિકલ ટીમ અને તેની કામગીરી, દવા વિતરણ, સ્થળાંતર, અસરગ્રસ્તોની સારવાર માટેની વ્યવસ્થાઓ તેમજ ડિકોન્ટામીશન વગેરે બાબતે વિગતે જાણકારી મેળવી એકસરસાઇઝ દરમિયાન તમામ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી ચોકસાઇપૂર્વક કરવામાં આવે એ માટે તાકીદ કરી હતી. 

    

Related posts

Leave a Comment