જામનગર શહેરના વોર્ડ નં ૬ અને વોર્ડ નં ૨ સહિતના અલગ અલગ વિસ્તારમાં રેલ્વેની જમીન ઉપર બનેલ રહેણાંક મકાનો ખાલી કરવા અને ડિમોલેશન માટે અસરગ્રસ્ત પરિવારોના પ્રતિનિધિઓની સાથે બેઠક યોજી

હિન્દ ન્યુઝ, જામનગર 

જામનગર શહેરના વોર્ડ નં ૬ અને વોર્ડ નં ૨ સહિતના અલગ અલગ વિસ્તારમાં રેલ્વેની જમીન ઉપર બનેલ રહેણાંક મકાનો ખાલી કરવા અને ડિમોલેશન માટે ૭ દિવસના ટૂંકાગાળાની નોટીસ અનુવ્યે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીની ઉપસ્થિતિમાં રેલ્વે અધિકારીઓ અને અસરગ્રસ્ત પરિવારોના પ્રતિનિધિઓની સાથે બેઠક યોજી.

▪️બેઠક દરમિયાન નીચે મુજબના મુદ્દાઓ પર ચર્ચા કરી;

• રેલ્વેના વિકાસ પ્રોજેક્ટ માટે જમીનની વાસ્તવિક જરૂરિયાતની વિગતવાર માહિતી રજૂ કરવી.
• જે જમીન દબાણ હેઠળ દર્શાવવામાં આવી છે તે રેલ્વેની છે કે અન્ય વિભાગની, તેનો રેકોર્ડ આધારિત સર્વે હાથ ધરવો.
• દબાણકર્તા દ્વારા થયેલા દબાણનું ચોક્કસ ક્ષેત્રફળ, હદ અને દિશા સાથે નિર્ધારિત કરવું.
• લાગુ પડતી રેલ્વે એક્ટની કલમો સ્પષ્ટ દર્શાવી પારદર્શક કાર્યવાહી કરવી.
• રહેવાસીઓને તેમના રહેઠાણની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા માટે ૨ થી ૩ મહિનાનો પૂરતો સમય આપવામાં આવે તે બાબતે માનવતાવાદી અભિગમ અપનાવવો.
• સમગ્ર પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન થાય તે સુનિશ્ચિત કરવું.
• કલેક્ટર અને મહાનગરપાલિકા તંત્ર સાથે સંકલનથી સુવ્યવસ્થિત અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી.

Related posts

Leave a Comment