હિન્દ ન્યુઝ, બોટાદ
રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ થાય છે. તેમજ મોબાઇલ ચોરીનાં ગુનાને ધ્યાને લઈ ગુનાઓમાં વપરાયેલ અથવા ચોરાઈ ગયેલ મોબાઇલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરીને ગુનાના મુળ સુધી પહોંચવાનાં પ્રયાસો કરવામાં આવે છે.
ઘણી વખતે મોબાઇલ ફોનનાં વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે, અજાણ્યા માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે, જે મોબાઇલ વેચનાર/ખરીદનારને ચોરાયેલ અથવા ગુનામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. અને મોબાઇલ ટ્રેકીંગ કરી અને ગુનાના મુળ સુધી પહોંચે ત્યારે એવું જાણવા મળે છે કે મોબાલઇ કોઇ અજાણી વ્યક્તિએ આપેલ છે અને તેને હું ઓળખતો નથી તેમ જાણવા મળે છે. જેથી તપાસમાં કોઇ ફળદાયી હકીકત મળતી નથી. આ બાબતે કોઇ વ્યક્તિઓ મોબાઇલ/ સીમકાર્ડ હેન્ડસેટ વગેરે વગર ઓળખકાર્ડ અથવા કોઇપણ ઓળખપત્ર વગર લેનાર/વેચનારની જવાબદારી નક્કી કરવી અને ઉક્ત બાબતે આવા ગુનાઓના મુળ સુધી પહોંચી સાચા આરોપીને શોધી કાઢવા માટે જુના મોબાઇલ/સીમકાર્ડના વપરાશકારે મોબાઇલ કોની પાસેથી ખરીદ્યો અથવા કોને વેચ્યો તે જાણવુ જરૂરી હોય જેથી બોટાદ જિલ્લા વિસ્તારમાં જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરેપુરૂ નામ સરનામું નોંધવાં ફરજીયાત બનાવવા તથા સીમકાર્ડ નોંધવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ ઉક્ત જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામું તા.૦૪/૧૨/૨૦૨૨ થી તા.૦૧/૦૨/૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત) દિન-૬૦ માટે અમલમાં રહેશે.
આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે જુના મોબાઇલ ખરીદતી અને વેચતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્ટરમાં અ.નં, મોબાઇલની વિગત/કંપની, IMEI NO., મોબાઇલ વેચનાર/ખરીદદારનું નામ સરનામાની વિગત, ID પ્રુફની વિગત, ફોટોની વિગત સાથેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. તેવી જ રીતે, સીમકાર્ડ વેચાણ બાબતે વેપારીએ નિભાવવાના રજીસ્ટરમાં અ.નં, સિમકાર્ડની વિગત/કંપની, IMEI NO., મોબાઇલ વેચનાર/ખરીદદારનું નામ સરનામાની વિગત, ID પ્રુફની વિગત, ફોટોની વિગત સાથેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.