મહાશિવરાત્રીના પ્રથમ દિવસે સાંજના ૭ કલાકે ભવનાથ પ્રવેશ દ્વારથી શ્રી ભવનાથ મંદિર સુધીની ડમરૂ યાત્રા યોજાશે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     ભવનાથ મહાશિવરાત્રીના મેળાનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ જળવાઈ રહે તે રીતે અને આ મહામેળાની શાનમાં વધારો કરવા પ્રથમ વાર ભવ્ય ડમરૂ યાત્રા યોજાશે, આ ડમરૂ યાત્રામાં દૂરસુદૂરથી પધારેલા સાધુ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.  મહાશિવરાત્રીના મેળામાં સાધુ સંતોના આગમનના વધામણા અને સ્વાગત કરવા માટે જૂનાગઢના સર્વ સમાજના લોકો જોડાશે, સાથે જ સર્વ સમાજની દીકરીઓ માથે કળશ લઇ સાધુ-સંતોનું વિશેષ સ્વાગત કરશે.  આ ડમરૂ યાત્રામાં સર્વ સમાજના લોકો સહભાગી બને તે માટે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને સર્વ સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી, આ…

Read More

ડભોડા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી ભારતીબેન ના પતિ કિરણભાઈ સોલંકી ની પ્રશંશનીય કામગીરી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર         ડભોડા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગુડા) ના ફોર્મ ભરવામાં ભગીરથ કાર્યકર્તા કિરણભાઈ બી. સોલંકી ઉર્ફે લોગીભાઈ તાજેતરમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ના ગુડા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા. જેમાં ડભોડા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી ભારતીબેન ના પતિ કિરણભાઈ સોલંકી લોગીભાઈ ના નામથી ખૂબ જ જાણીતા છે. જેઓ એ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે કિરણભાઈ સોલંકી એ ગામના જાગૃત નાગરિક તરીકે તમામ ફોર્મ જાતે તપાસ કરી વધતા ખૂટતા ડોક્યુમેન્ટની ચકાસણી કરી ઓરજદારોને કોઈપણ જાતની કોઈપણ જાતની…

Read More

દાહોદમાં મશરૂમ અને સ્ટ્રોબેરીની ખેતી કરી વાર્ષિક ૪ લાખથી વધુની આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત સુથાર ચંદ્રસિંહ

હિન્દ ન્યુઝ, દાહોદ     લીમખેડા તાલુકાના માંડલી ગામના ખેડૂત સુથાર ચંદ્રસિંહભાઈ વર્ષ ૨૦૧૬ માં આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હતી. ૨૦૧૬/૧૭ માં આત્મા પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવતી તાલીમ સાથે જ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધા બાદ તેઓએ ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના ખેતર એટલે કે, હરિયાણાના પાણીપતમાં ૭ દિવસીય તાલીમ લીધી ત્યારબાદ તેમણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.  આજે તેઓ પ્રાકૃતિક ખેતીમાં ઋતુ પ્રમાણે અનાજ, શાકભાજી, કઠોળ, મશરૂમ, સ્ટ્રોબેરી સહિતની ખેતી કરે છે. આ ખેતીમાં તેઓ વાર્ષિક ૦૪ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે.…

Read More

વલસાડ જિલ્લા નાં વિવિધ વિસ્તારમાં થયેલ કાર્યક્રમ

વલસાડ જિલ્લા આયુષ શાખા દ્વારા સહ્યાદ્રિ પર્વતમાળા પાનસ ખાતે વન ઔષધી પરિચય શિબિર યોજાઈ   ૫૦૦ થી વધુ જુદી જુદી જગ્યાએથી લાવવામાં આવેલી દેશી અને વિદેશી ઔષધીઓની માહિતી મેળવવામાં આવી જિલ્લાના તમામ આયુર્વેદ અને હોમિયોપેથીક તબીબો દ્વારા વન ઔષધી સંવર્ધનની શપથ લેવામાં આવી      વલસાડ તાલુકાના મરલા અને કાંપરીયા ગામ ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમ ખેડૂતોને આપવામાં આવી હતી. જેમાં કૃષિ સખી નીતાબેન દ્વારા દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરી જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત સહિતના પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોની માહિતી આપવામાં આવી હતી. જમીનને સમૃદ્ધ અને ઉપજાઉ ક્ષમતા જાળવી રાખવા માટે…

Read More

આયુર્વેદ ચમત્કાર સર્જે છે, પગે ચાલી ન શકતી ધરમપુરની મહિલા વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર મેળવી ચાલતી થઈ

હિન્દ ન્યુઝ, વલસાડ      વલસાડ, ધરમપુર, નવસારી અને સુરતની અનેક ખાનગી હોસ્પિટલમાં સારવાર પાછળ રૂ. ચાર લાખનો ખર્ચ કર્યો પણ કોઈ ફરક ન પડ્યો  એક ખાનગી હોસ્પિટલના તબીબે તો, દર ૧૦ દિવસે પ્લાઝમા ટ્રાન્સપ્લાન્ટ કરાવવુ પડશે ત્યાં સુધીની વાત કહી દીધી હતી  એક દિવસે દીકરાએ મોબાઈલમાં વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં દર્દી સાજા થવાની રિલ્સ જોઈ અને માતાને સારવાર માટે લઈ આવ્યો  પહેલા ત્રણથી ચાર માણસોએ પકડીને મહિલાને ચલાવવું પડતું હવે કોઈના સહારા વિના સ્વતંત્ર ચાલે છે ‘‘મને એવુ લાગતુ હતું કે, મને લકવો લાગી જશે, આજીવન પથારીવશ રહીશ પરંતુ…

Read More

બોટાદ જિલ્લાની ૩૩૩ આંગણવાડીઓનું થશે કાયાકલ્પ

હિન્દ ન્યુઝ, બોટાદ  સર્વાંગી સૌંદર્યીકરણ, માળખાકીય સુધારણા, આકર્ષક રંગકામ, તથા જરૂરી નાના-મોટા સમારકામ કરી આંગણવાડીઓને સુંદર બનાવાશે ગુજરાત સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની આંગણવાડીઓને વધુ સુદ્રઢ અને આકર્ષક બનાવવાનાં ઉદ્દેશ્ય સાથે “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” શરૂ કરાઈ “સુપોષિત બોટાદ અભિયાન” અંતર્ગત પી.જી.વિ.સી.એલ.બોટાદ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરએ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી પી.જી.વિ.સી.એલ. બોટાદ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર દ્વારા બોટાદ તાલુકાનાં હડદડ ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. ૩ તેમજ કાનીયાડ ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. ૧ અને ૨ની મુલાકાત લેવામાં આવી

Read More

વડોદરાના બે પરિવારો માટે રાજ્યપાલએ મોકલી સ્મૃતિ ભેટ 

હિન્દ ન્યુઝ, વડોદરા      વડોદરા જિલ્લાના બે ગામોમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા કરાયેલા રાત્રીરોકાણ દરમિયાન તેમના યજમાન બનેલા પરિવારો માટે લોકભવન તરફની સ્મૃતિ તસવીર મોકલવામાં આવી હતી. આ તસવીરોને કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બન્ને પરિવારોને ભેટ સ્વરૂપ આપવામાં આવી છે.  આ બંને કાર્યક્રમો પૂર્ણ થયા બાદ રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી અપનાવતા વડોદરા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ચંદુભાઇ ગિરધરભાઇ રોહિત અને કનુભાઇ પરાગભાઇ પરમારના નિવાસસ્થાને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી પ્રીતિભોજનમાં સહભાગી બની આત્મીયતા વ્યક્ત કરી હતી. રાજ્યપાલની આ મુલાકાતથી બંને પરિવારોમાં ગૌરવ અને આનંદની લાગણી પ્રસરી હતી. આ પ્રસંગોની…

Read More

ડાંગ જિલ્લા આરોગ્ય શાખા ખાતે PC&PNDT Act અંતર્ગત ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટીની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ    PC&PNDT Act અંતર્ગત આજ રોજ ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટીના અધ્યક્ષા શ્રીમતી સુનિતાબેન બાગુલના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટી મીટીંગ યોજાઇ હતી.  આ બેઠકમાં બ્લુ-બ્લડ હોસ્પિટલ,સાકરપાતળના નવા રજીસ્ટ્રેશન અંગેની મંજુરી તથા અધિક નિયામકશ્રી ગાંધીનગરના પરિપત્ર તા.૨૦/૧૧/૨૦૨૫ અંવયે જિલ્લામાં સંલગ્ન તમામ સંસ્થાઓ The PC & PNDT Act અંતર્ગત રજીસ્ટ્રેશન થયેલ સંસ્થા દ્વારા ઓનલાઇન ભરવામાં આવતા ફોર્મ-એફની ઓનલાઇન એન્ટ્રીમાં ફરજીયાત ટેકો આઇ.ડી,આભા આઇ.ડી તથા રિફર-સ્લિપ અપલોડ કરવા માટેની ચર્ચા તથા The PC & PNDT Act રજીસ્ટ્રેશન ફીમાંથી થયેલ ખર્ચની ચર્ચા તેમજ વધુમાં ચર્ચા કરતા, ડાંગ જિલ્લા…

Read More

રાજ્યમંત્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતા હેઠળ દાહોદ આદિજાતિ મ્યુઝીયમ ખાતે સંપૂર્ણતા અભિયાન ૨.૦ નો કરાયો શુભારંભ

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ જિલ્લામાં દાહોદ ખાતે આવેલ આદિજાતિ મ્યુઝીયમ ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને દાહોદમાં પ્રગતિ અને નવીનતા લાવવાના હેતુથી એક પહેલ રૂપે સંપૂર્ણતા અભિયાન ૨.૦ નો શુભારંભ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ દરમ્યાન ગરબાડા તાલુકાને આકાંક્ષી જિલ્લાની શ્રેણીમાંથી બહાર લાવી ગરબાડા તાલુકામાં સર્વાંગી વિકાસ સાધવા માટે સરકારની આ એક આગવી પહેલ કરવામાં આવી રહી છે, ત્યારે આંગણવાડી, આરોગ્ય અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે તેમજ માળખાગત સુવિધાઓ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, નીતિ…

Read More

છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસન ક્ષેત્રે નવું નજરાણું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      છોટાઉદેપુર જિલ્લામાં કુદરતી સંપદા અને વનરાજીના જતનની સાથે પ્રવાસનને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. છોટાઉદેપુર વન વિભાગની જેતપુરપાવી રેન્જના ધનપુર (ડુંગરવાંટ) વિસ્તારમાં નવનિર્માણ પામનાર ‘માખણિયા ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ’નું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કાની કામગીરી અંદાજે રૂ. ૧ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, “છોટાઉદેપુરનો સુખી ડેમ વિસ્તાર પ્રકૃતિના અદભૂત સૌંદર્યથી ભરેલો છે. માખણિયા ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ બનવાથી માત્ર પ્રવાસન જ નહીં, પણ આસપાસના ગ્રામીણ…

Read More