હિન્દ ન્યુઝ,
ગૃહિણીઓ માટે ઘરે બેઠાં આવકનાં સ્ત્રોત વધારવા અને અન્ય ઉપાજનયો માટે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દિવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્યલ વેલ્ફેર વિભાગના સોશ્યલ વેલ્ફેર સેક્રેટરી શ્રીમતી પૂજા જૈન તેમજ ડે. સેક્રેટરી જતીન ગોયલનાં દિશા નિર્દેશન હેઠળ તેમજ દિવ જિલ્લાના કલેક્ટર શ્રીમતી સલોની રાયનાં માર્ગદર્શનથી જિલ્લામાં કાર્યરત મહિલા શક્તિ કેન્દ્ર દિવ વિભાગ દ્વારા બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ઘોઘલા સ્વંય સહાયતા જુથનાં બહેનો માટે કોમ્યુનિટી હોલ ઘોઘલા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સમૂહમાં પ્રાર્થના વંદના કરી બાદમાં વિભાગનાં જિલ્લા સમન્વયક પારકરા દેવાંગ દ્વારા જૂથના બહેનોને પ્રાસંગિક સંબોધિત કરી તેઓને સ્વંય સહાયતા જૂથમાં વધૂ મહિલાઓને સંગઠનમાં સાથે જોડી બહોળી સંખ્યામાં સાથે મળી કાર્ય કરી રોજગારી અને અન્ય ઉપાજનયો માટે વિસ્તૃત ઉદાહરણો અને કાર્ય સંગઠનનાં સભ્યોનાં પ્રશ્નો નિવારણ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે સાથે વર્તમાન સમયમાં ચાલી રહેલ કોરોના મહામારી ના વિકટ પરિસ્થિતિમાં હોમ કોરોન્ટાઇન લોકો માટે ભોજન તૈયાર કરતાં મહિલાઓને વિભાગ દ્વારા તેઓને રસોઈ બનાવવા જરૂરી એવાં એપ્રોન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં તેમજ સ્વયં સહાયતા જૂથ ઘોઘલાના મહિલા આગેવાન શ્રીમતી હેમાક્ષી રાજપૂત, સર્વે સભ્યઓનો આભાર વ્યક્ત કર્યો હતો.આ સમગ્ર કાર્યક્રમ શ્રીમતી ગાયત્રી આર જાટ (બાલ વિકાસ પરિયોજના અધિકારી) નાં નેજા હેઠળ કરવામાં આવ્યો હતો. આ તકે ઘોઘલા સેલ્ફ હેલ્પ ગ્રુપનાં આગેવાન હેમાક્ષીબેન રાજપૂત તેમજ વનસ્ટોપ સેન્ટરના કાઉન્સેલર અશ્વિની બેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : હર્ષદ વાઢેર, ઊના