હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
વડાપ્રધાનના પ્રાકૃતિક ખેતીના સંકલ્પને સાકાર કરવા અને ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ, છોટાઉદેપુર જિલ્લાના ઓલીઆંબા ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળુ ઋતુની શરૂઆતમાં જ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે હેતુથી આ તાલીમ શિબિર યોજાઈ હતી.
બ્લોક ટેકનોલોજી મેનેજર (BTM) સંજય એમ. રાઠવા દ્વારા ખેડૂતોની પ્રાકૃતિક કૃષિનો પાયાના ઘટક એવા બીજામૃત આયામનું પ્રત્યક્ષ નિદર્શન બતાવી ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા અને ઉનાળુ ઋતુમાં કરવા પહેલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે CRP ભરત એમ. રાઠવા સહીત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યું હતું.
