હિન્દ ન્યુઝ, ભરૂચ નાગરિકોની સુરક્ષિત અવરજવર માટે ક્ષતિગ્રસ્ત રસ્તાઓની તાત્કાલિક દુરસ્તીકરણની કામગીરી હાથ ધરવામાં આવી. ભરૂચ, નેત્રંગ, ઝઘડિયા, વાલિયા અને અંકલેશ્વર તાલુકામાં ભારે વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક દુરસ્તીકરણ કરવામાં આવી રહ્યું છે; તેમજ કાદવ-કચરાની સફાઈ, સાઈડ શોલ્ડરનું પુરાણ અને નાળાઓની સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
Read MoreDay: August 2, 2026
શબરી માતાની સનાતન ભૂમિ પર પંચ-દિવસીય કુમારીકાઓ માટેનો વ્રત ઉત્સવ સફળતાપૂર્વક સંપન્ન
હિન્દ ન્યુઝ, ડાંગ આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત ‘શિવાશ્રય તેજસ્વીની કન્યા છાત્રાલય, વાસુર્ણા’ ખાતે વૈદિક પરંપરા અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે અલુણા વ્રત તથા જયાપાર્વતી વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શબરી માતાની પવિત્ર અને સનાતન ભૂમિ પર આયોજિત આ વ્રત ઉત્સવમાં છાત્રાલયની કન્યાઓએ સતત પાંચ દિવસ સુધી સંયમ અને નિષ્ઠાપૂર્વક ઉપવાસ-વ્રત કર્યા હતા. આ વ્રતનો મુખ્ય હેતુ દીકરીઓમાં બુદ્ધિ, જ્ઞાન, પ્રેમ, તેજસ્વીતા અને શક્તિ જેવા સદ્ગુણોનું સિંચન કરવાનો તથા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરવાનો હતો. વ્રતના અંતિમ દિવસે રાત્રિ દરમિયાન જાગરણ ઉત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…
Read Moreआजादी के 79 वर्ष पूर्ण होने के उपलक्ष्य में एनसीसी ने साइक्लोथॉन 2026 का आयोजन किया।
हिन्द न्यूज़, दिल्ली नेशनल कैडेट कोर (एनसीसी) ने भारत की आजादी के 79 वर्ष पूर्ण होने के अवसर पर 2 अगस्त, 2026 को नई दिल्ली में साइक्लोथॉन-2026 का आयोजन किया। इस पहल का उद्देश्य युवाओं को फिटनेस, पर्यावरण संरक्षण और सतत जीवनशैली अपनाने के लिए प्रेरित करना था। साथ ही, इसका लक्ष्य देशभक्ति, अनुशासन, एकता और राष्ट्र सेवा जैसे उन मूल्यों को सुदृढ़ करना भी था, जो नेशनल कैडेट कोर की आधारशिला हैं। केंद्रीय युवा कार्यक्रम एवं खेल मंत्री मनसुख मंडाविया ने साइक्लोथॉन को हरी झंडी दिखाकर रवाना किया।…
Read Moreસ્વચ્છ કૉલેજ – સુંદર લીલીયા” તરફ એક સશક્ત પગલું!
હિન્દ ન્યુઝ, અમરેલી આગામી ૧૫મી ઓગસ્ટે અમરેલી ખાતે યોજાનાર રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીને અનુલક્ષીને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, લીલીયા મોટા ખાતે તા. ૧થી ૧૪ ઓગસ્ટ દરમિયાન વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 🧹 કેમ્પસ, રમતગમત મેદાન અને શૈક્ષણિક પરિસરની સઘન સફાઈ ♻️ પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ તરફ અસરકારક પહેલ 🌱 જૈવિક કચરામાંથી સેન્દ્રીય ખાતર નિર્માણ 🤝 NSS, NCC અને ઇકો ક્લબના વિદ્યાર્થીઓનો ઉત્સાહભર્યો સહભાગ સ્વચ્છતા માત્ર અભિયાન નહીં, પરંતુ જવાબદારી છે. આવો, સૌ સાથે મળીને “સ્વચ્છ કૉલેજ- સુંદર લીલીયા”ના સંકલ્પને સાકાર કરીએ.
Read Moreદોડીપાડા-બરડા રોડ પર વરસાદથી થયેલા લેન્ડસ્લાઇડનું માત્ર બે દિવસમાં પુરાણ કરી વાહન વ્યવહાર સુગમ બનાવાયો
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદના પરિણામે પંચાયત માર્ગ અને મકાન વિભાગ હેઠળના ગ્રામ્ય વિસ્તારના દોડીપાડા – બરડા રોડ પર રસ્તાની ધાર પર જમીન ધસી પડવાની ઘટના બની હતી. જેને કારણે રસ્તાની બાજુમાં આશરે ૨૦ થી ૨૫ મીટર જેટલી ઊંડી ખાઈ જેવી જોખમી સ્થિતિ નિર્માણ પામી હતી. આ ઘટના અંગે જાણ થતાં જ પંચાયત માર્ગ અને મકાન વિભાગ, ડાંગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિભાગ દ્વારા માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં યોગ્ય મશીનરી અને પૂરતા પ્રમાણમાં મટીરિયલનો ઉપયોગ કરીને રસ્તાની સાઇડનું સફળતાપૂર્વક પુરાણ કરી દેવામાં…
Read Moreગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલના હસ્તે પશુ મૃત્યુ સહાય અંતર્ગત ત્રણ પશુપાલનોને ચેક અર્પણ
હિન્દ ન્યુઝ, ડાંગ તાજેતરમાં પડેલા અતિભારે વરસાદના કારણે ડાંગ જિલ્લામાં વ્યાપક સર્વે હાથ ધરીને અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાની કામગીરીને ભારે વેગ આપવામાં આવ્યો છે. ગત દિવસોમાં ડાંગ જિલ્લાની નદીઓમાં ભારે પૂરની પરિસ્થિતિમાં કુદરતી આપત્તિના કારણે પશુહાનિ ભોગવનાર ત્રણ પશુપાલકોને રાજ્ય સરકાર તરફથી મંજૂર થયેલ કુલ રૂ. ૧૦૧૫૦૦ સહાયના ચેકનું, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. વિજયભાઇ પટેલે સૌ પશુપાલકોને રૂબરૂ મુલાકાત કરી સાંત્વના પાઠવી સહાયનો ચેક અર્પણ કર્યો હતો. આ પશુપાલકોમાં આહવા તાલુકાના મોગરા ગામના અનદભાઇ પવાર, ઘવલીદોડ ગામના ઉલસભાઇ જાદવ…
Read More૧૪૫-માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી-૨૦૨૬ મતગણતરીની તૈયારીઓ
હિન્દ ન્યુઝ, બરોડા ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ ૧૪૫-માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી-૨૦૨૬ અંતર્ગત મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, હવે મતગણતરીની પ્રક્રિયાને શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શી વાતાવરણમાં પૂર્ણ કરવા માટે વડોદરા ચૂંટણી તંત્ર દ્વારા તમામ આયોજન આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. માંજલપુરના ભવન્સ સ્કૂલ ખાતે મતગણતરી કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં આજે તા.૦૩/૦૮/૨૦૨૬, સોમવારના રોજ સવારે ૦૮:૦૦ વાગ્યેથી મતગણતરીનો પ્રારંભ કરવામાં આવનાર છે. મતગણતરી કેન્દ્ર ખાતે મતોની ગણતરી માટે કુલ ૧૪ એવીએમ મશીનો અને ૦૧ પોસ્ટલ બેલેટના કાઉન્ટિંગ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. ૨૬૦ મતદાન…
Read Moreશિનોર તાલુકાના માંડવા ગામે માર્ગ પરથી માટી દૂર કરી વાહનવ્યવહાર એક કલાકમાં પુનઃ શરૂ કરાયો
હિન્દ ન્યુઝ, વડોદરા શિનોર તાલુકાના માંડવા ગામ ખાતે ભારે વરસાદના કારણે ખેતરોની માટી માર્ગ પર તણાઈ આવતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. માર્ગ પર મોટી માત્રામાં માટી જમા થવાથી વાહનોની અવરજવર અસ્થાયી ધોરણે અવરોધાઈ હતી અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તાલુકા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જરૂરી મશીનરી અને માનવબળને સ્થળ પર મોકલી માર્ગ પર જમા થયેલી માટી દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન માર્ગની સલામતી સુનિશ્ચિત રાખીને અવરોધ દૂર કરવામાં આવ્યો હતો. તાલુકા તંત્રની ઝડપી…
Read Moreસાવલી પંથકમાં ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાં નગરપાલીકા દ્વારા સઘન સફાઇ અભિયાન
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાંથી પાણી ઓસરતાં જ નાગરિકોના આરોગ્ય અને સુવિધાને ધ્યાને રાખીને સાવલી નગરપાલિકા તંત્ર દ્વારા યુદ્ધધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણી ભરાવાના કારણે માર્ગો પર જમા થયેલ કાદવ-કચરાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવી રહ્યો છે. જેથી રોગચાળો ન ફેલાય અને વાહનવ્યવહાર પૂર્વવત કરી શકાય. અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવલી મેઇન બજાર, બારોટવાગા વિસ્તાર, ભીમનાથ મંદિર પોઇચા ચોકડી જેવા વિસ્તારોમાં સાવલી નગરપાલિકા તંત્ર દ્વારા ઝુંબેશરૂપે સફાઇ અભિયાન હાથ ધરાયું છે.
Read Moreગરબાડા ગાંગરડી અને ગાંગરડા રોડ ઉપર માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી શરૂ
હિન્દ ન્યુઝ, દાહોદ મુસાફરોની સુરક્ષા અને સુવિધાસભર યાતાયાતને પ્રાથમિકતા આપતા, માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ દાહોદ દ્વારા ગરબાડા – ગાંગરડી – ગાંગરડા –માર્ગ પર પડેલા ખાડાઓ અને ક્ષતિગ્રસ્ત ભાગોના સમારકામ માટે યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાલુ વરસાદી મોસમમાં પાણીના પ્રવાહને કારણે રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું, જેનાથી વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા તાત્કાલિક માર્ગની સંપૂર્ણ તપાસ કરીને ઇકકો ફિક્સ મટીરીયલથી પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કામગીરીની ગુણવત્તા અને ટકાઉપણા…
Read More