સ્વિમિંગ પુલમાં એક્વા યોગ કરી વિશ્વ યોગ દિનની ઉજવણી કરવાની અનોખી પહેલ

હિન્દ ન્યુઝ, ભાવનગર

        સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ભાવનગર ખાતે સરદારનગર સ્વિમિંગ પુલમાં ૪૦ થી ૫૦ સભ્યો દ્વારા પાણીમાં યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, યોગ એ ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી અણમોલ વિરાસત છે. ત્યારે આખા વિશ્વમાં ૨૧મી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લાના આશરે ૬ લાખ લોકો યોગમાં ભાગ લેશે. ભાવનગરમાં નિલમબાગ પેલેસ, હસ્તગીરી પર્વત, વેળાવદર નેશનલ પાર્ક, બોર તળાવ, તખ્તેશ્વર મંદિર સહિતના અનેક સ્થળો પર યોગ કરવામાં આવશે. આ ઉપરાંત સરદાર પટેલ સ્વીમીંગ પૂલ ખાતે બાર વર્ષથી ઉપરની વયના સ્વીમિંગપુલના સભ્યો દ્વારા યોગ તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ એક્વા યોગ કરવામાં આવશે. ભાવનગર મ્યુનિસિપાલિટીનાં ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ કે. કે. ગોહેલે જણાવ્યું હતું કે, પાણીમાં થઈ શકે તેવા યોગના આસનો યોગ નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં કરાવવામાં આવશે. દેશમાં જ્યારે આઝાદીનાં ૭૫ વર્ષના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે ભાવનગર ખાતે આવેલ સ્વિમિંગ પુલમાં એક્વા યોગ કરવાનો આ નવતર પ્રયોગ યોગ વિશેની એક અલગ નિદર્શન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ અલગ પ્રકારે યોગ નિદર્શન કરનાર વ્યક્તિઓ કે સામજિક ગૃપને મદદ કરવામાં આવનાર છે. ભાવનગરમાં યોગ દિવસને અનુલક્ષીને વધુમાં વધુ લોકો યોગ કરવાં માટે જોડાય તે માટે કલેક્ટરએ અપીલ પણ કરેલી છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment