હિન્દ ન્યુઝ, સાવરકુંડલા અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે ત્યારે સાવરકુંડલા લીલીયા પંથકમાં ખારાપાટ વિસ્તારોમાં ચોમાસામાં વ્યાપક ખેતી નુકશાનીની ફરિયાદો સાવરકુંડલાના જૂનાસાવર ગામેથી આવે છે કેમ કે શેત્રુજી નદી કાંઠાનું જૂનાસાવર ગામ વર્ષોથી ચોમાસામાં શેત્રુજી નદીના રેલમછેલ પૂર પ્રકોપથી ખેતીપાકો તબાહ થતા આવ્યા છે ત્યારે તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને ભાજપ અગ્રણી મનુભાઈ ડાવરાએ જુનાસાવર વાસીઓના ખેડૂતોની ફળદ્રુપ જમીનો પર શેત્રુજી નદીનું પાણી ફરી વળતાં હોય ને ખેતીપાક સાથે ખેતીની જમીન પણ ધોવાઈ જતી હોવાથી ધારાસભ્ય મહેશભાઇ કસવાલા સમક્ષ રજૂઆત કરીને…
Read MoreDay: November 12, 2024
સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં પ્રથમ દિવસે 1 લાખથી વધુ લોકો મેળામાં મહાલવા પહોંચ્યા
હિન્દ ન્યુઝ, સોમનાથ સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળા 2024ની પ્રથમ રાત્રિએ સેહલાણીઓનો સમુદ્ર ઘુઘવાટા મારી રહ્યો હતો. મેળામાં આવનાર દરેક માટે આ એક વિશેષ અનુભવ સર્જાયો હતો. નાના બાળકોથી લઇ અને વડીલો સુધી 1 લાખથી વધુ સેહલાણીઓ અને શ્રદ્ધાળુઓએ આ મેળામાં સાત્વિક આનંદ માણ્યો હતો. મેળામાં જુદા-જુદા વિસ્તારોથી લોકો ઉમટી પડ્યા હતા, જેમણે હસ્તકલા, રાચરચીલું, ફૂડ સ્ટોલ્સ, જેલના ભજીયા, ગુજરાતના ટોચના કલાકારો દેવાયત ખવડ અને બીરજુ બારોટ અને વૃંદ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની સરવાણી સાથે પરંપરાગત અને આધુનિક બંને પ્રકારનો આનંદ મેળવ્યો હતો. નાના બાળકો માટે રાખવામાં આવેલ 50 જેટલી…
Read Moreભાઇઓ/બહેનો માટે શાળાકીય SGFI રાજ્યકક્ષા નેટબોલ અં-૧૪, ૧૭,૧૯ સ્પર્ધામાં ભાગ લેવા અંગે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્ય સરકારના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા સંચાલિત શાળાકીય રમતોત્સવ- ૨૦૨૪ અંતર્ગત રાજયકક્ષા SGFI શાળાકીય નેટબોલ અંડર-૧૪,૧૭,૧૯ (ભાઇઓ/બહેનો)ની સ્પર્ધાનું આયોજન ગીર સોમનાથ ખાતે કરવામાં આવશે. જે અંગેની વિવિધ જિલ્લાની ટીમની યાદીના પ્રવેશપત્રો dso-sycd-grsn@gujarat.gov.com ઉપર તા.૨૨/૧૧/૨૦૨૪ સુધીમાં અચૂક મોકલી આપવા તેમજ ખેલાડીઓને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે. ટી.એ.બીલ આર.ટી.જી.એસ થી ચૂકવવામાં આવશે. આથી ટીમ મેનેજરએ આવવા-જવાના પ્રવાસ ખર્ચ સાથે લઈ આવવાનો રહેશે. ટીમ મેનેજરએ કેન્સલ ચેક…
Read Moreસમગ્ર રાજ્યમાં સી.એમ.ડેશબોર્ડની કામગીરીમાં ગીર સોમનાથ જિલ્લો પ્રથમ ક્રમાંકે
હિન્દ ન્યુઝ,ગીર સોમનાથ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી યોજનાઓ અને તેના અમલીકરણ અંગે થયેલ વિવિધ પાસાઓ અંગેની વિગતો મુખ્યમંત્રીના ડેશબોર્ડ પર નિયમિત રીતે રાજ્યભરના જિલ્લાઓ દ્વારા અપડેટ કરવામાં આવે છે. રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધારો થાય અને લોકોને ઘરઆંગણે જ તેમનો હક મળે તેવા મંત્રને લઈને ચાલતી રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય, શિક્ષણ, રોડ-રસ્તા, વીજળી, કનેક્ટિવિટી, ખેતીવાડી વગેરે અંગે અમલમાં મૂકાયેલ યોજનાઓમાં મેળવેલી સિદ્ધિઓની રોજેરોજની વિગતો આ ડેશબોર્ડ પર અપલોડ કરવામાં આવે છે. રાજ્યભરમાં ગીર સોમનાથ જિલ્લાએ પ્રજાકલ્યાણની આ યોજનાઓમાં ઉત્તમ કામગીરી દાખવી છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં સી.એમ. ડેશબોર્ડની કામગીરીમાં…
Read Moreજામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને કોર્પોરેશનની આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે એમ.પી.શાહ વૃદ્ધાશ્રમ ખાતે “આયુષ્માન વય વંદના કાર્ડ”કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા સાથે સંકલન કરી એમ.પી.શાહ વૃધ્ધાશ્રમ ખાતે આશ્રિત વૃદ્ધ વડીલોનાં આયુષ્માન વય વંદના કાર્ડ કાઢવા અર્થે કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં જેમાં જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ ઉપસ્થિત રહી વૃદ્ધ વડીલોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ તેઓને વૃદ્ધ પેન્શન કે વિધવા પેન્શન જેવી યોજનાનો લાભ મળે છે કે કેમ તે અન્વયે જાણકારી મેળવી હતી. તેમજ જે વડીલો લાભથી વંચિત છે તેઓને સત્વરે યોજનાકીય લાભ અપાવવા જરૂરી કાર્યવાહી કરવા કચેરીનાં સ્ટાફને…
Read Moreજામનગરની ૧૮૧અભયમ ટીમની સરાહનીય કામગીરી
હિન્દ ન્યુઝ, જામનગર એક જાગૃત નાગરિક દ્વારા રાત્રી દરમિયાન ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર ફોન કરી જણાવવામાં આવ્યું હતું કે કોઈ અન્ય રાજ્યના મહિલા જામનગરમાં ભૂલા પડી ગયા છે અને તેમની સાથે લોકોએ વાતચીત કરતાં માત્ર તેમની પ્રાદેશિક ભાષા જ બોલે છે. આ અંગે ૧૮૧ અભયમની ટીમને જાણ થતા તુરંત જ ફરજ પરના કાઉન્સેલર શિલ્પાબેન રાઠોડ, મહીલા પોલીસ મમતાબેન આહુજા અને પાઇલોટ સુરજીતભાઈ વાઘેલા ઘટના સ્થળે દોડી ગયા હતાં. ૧૮૧ની ટીમે મહિલા સાથે મુલાકાત કરી તેણીને સાંત્વના આપી વિશ્વાસ માં લઈ, મહિલાનું કાઉન્સેલિંગ કરતાં તેઓ માત્ર તેલુગુ ભાષા બોલતાં,…
Read Moreવેરાવળ એસ.ટી ડેપો દ્વારા મુસાફરોને પુષ્પગુચ્છ અને ચોકલેટનું વિતરણ કરી અભિવાદન કરાયું
“વિશ્વ જાહેર પરિવહન દિન” હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ “વિશ્વ જાહેર પરિવહન દિન”ની ઉજવણીના ભાગરૂપે વેરાવળ એસ.ટી. ડેપો દ્વારા વેરાવળ બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોને પ્રવાસલક્ષી યોજનાઓની માહિતી મળી રહે તે માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ જાહેર પરિવહન દિન નિમિત્તે મુસાફરોને પુષ્પગુચ્છ અને ચોકલેટનું વિતરણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું અને મુસાફરોને મુસાફરી પાસ, ગ્રામીણ વિદ્યાર્થીઓને મુસાફરી પાસ,પાસ, ૪૦થી ૪૫ % શારીરિક અપંગતા ધરાવતારાવતા વ્યક્તિને પાસ, અંધજનો, કેન્સરના દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ સારવાર અર્થે, રોજગાર કચેરીની ભલામણ દ્વારા ઈન્ટરવ્યૂ માટે જતા બેરોજગાર વ્યક્તિઓને તેમજ શ્રવણ તીર્થદર્શન યોજના સહિત…
Read Moreચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈની રજુઆત જજ ચોર્યાસી તાલુકામાં નહેર સુધારણાના રૂ. ૧૦૮૯ લાખથી પણ વધુના ખર્ચે કામની મંજૂરી
હિન્દ ન્યુઝ, સુરત ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સિંચાઈ મંત્રી મુકેશભાઈ પટેલને ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા કરવામાં આવેલી રજૂઆત સંદર્ભે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં નહેર સુધારણાના રૂ.૧૦૮૯ લાખથી પણ વધુના ખર્ચે કામની મંજૂરી આપવામાં આવતા ચોર્યાસી તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. – ઈમ્પ્રુવમેન્ટ ઓફ એકઝીસ્ટીંગ ઈરીગેશન ઈન્ફ્રાસ્ટ્રકચર વર્કસ ઓન લાજપોર ડિસ્ટ્રી એક્ષ. ચલથાણ બ્રાચ એન્ડ ઈટ્સ સિસ્ટમ રૂ.૫૬૬૭૫૮૭૩.૦૦ – કંસ્ટ્રકશન ડબલ્યુ.બી.એમ. રોડ ઓન એસ.આર. સાઈડ ઓફ લાજપોર ડિસ્ટ્રી એન્ડ ઈટ્સ કેનાલ સિસ્ટમ રૂ.૨૯૯૫૫૦૫૦.૦૦…
Read Moreકચ્છમાં ૭૦૦થી વધુ મહિલાઓ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગનાઈઝેશન (F.P.O.) સાથે જોડાઈને ઘર બેઠા મેળવી રહી છે રોજગારી
હિન્દ ન્યુઝ, ભુજ રાજ્યમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે તે માટે વડાપ્રધાનના વિઝન હેઠળ ગુજરાતમાં અનેક કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ થઈ રહ્યું છે. પ્રથમ સરહદી જિલ્લા કચ્છમાં મહિલાઓ ખેડૂત ઉત્પાદક સંઘના(એફ.પી.ઓ) માધ્યમથી રોજગારી મેળવી રહી છે. કચ્છ જિલ્લામાં ‘ભુજ મહિલા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ’ સાથે જિલ્લાની ૭૦૦થી વધુ મહિલાઓ સંકળાયેલી છે. ફરસાણ, મીઠાઈ વગેરે વસ્તુઓ ઘર બેઠા બનાવીને મહિલાઓ એફ.પી.ઓના માધ્યમથી રોજગારી મેળવી રહી છે. ‘ભુજ મહિલા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ’ સાથે સંકળાયેલા ભૂમિકાબેન છાભૈયા જણાવે છે કે, ભારત સરકારના એફ.પી.ઓ પ્રોજેક્ટ…
Read Moreરાજકોટ ખાતે યોગ પરિવારનો યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેન શીશપાલજીની અધ્યક્ષતામાં નૂતન વર્ષ નિમિત્તે યોગ પરિવારનો યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય અને ગણેશ સ્તુતિથી કરાયો હતો. મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છ અને શાલથી કરાયું હતું. સાધકોએ યોગ કૃતિ પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે યોગ કોચ, યોગ ટ્રેનર્સ અને વિશિષ્ટ પ્રદાન કરનારા યોગ સાધકોને પ્રશસ્તિ પત્ર આપીને…
Read More