રાજકોટ ખાતે યોગ પરિવારનો યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ

     ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેન શીશપાલજીની અધ્યક્ષતામાં નૂતન વર્ષ નિમિત્તે યોગ પરિવારનો યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

     કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય અને ગણેશ સ્તુતિથી કરાયો હતો. મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છ અને શાલથી કરાયું હતું. સાધકોએ યોગ કૃતિ પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે યોગ કોચ, યોગ ટ્રેનર્સ અને વિશિષ્ટ પ્રદાન કરનારા યોગ સાધકોને પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કરાયું હતું. શીશપાલજીએ તા. ૧૪ નવેમ્બરથી શરુ થનારા ‘ડાયાબીટીસમુક્ત ગુજરાત પખવાડીયા’ જાહેરાત કરીને અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. તેમજ તેમણે પ્રાસંગિક ઉદબોધન દરમિયાન ઉપસ્થિતોને યોગ, ધ્યાન અને પ્રાણાયામ કરાવ્યા હતાં. કાર્યક્રમમાં બે યોગ સાધકોએ યોગથી જીવનમાં આવેલા પરિવર્તન વિષે પ્રતિભાવ આપ્યા હતા.

Related posts

Leave a Comment