મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જળસંચય ક્ષેત્રે ગુજરાતની અગ્રેસરતા જાળવી રાખવા જિલ્લા કલેક્ટરોને આહવાન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જળસંચય ક્ષેત્રે ગુજરાતની અગ્રેસરતા જાળવી રાખવા જિલ્લા કલેક્ટરોને આહવાન કર્યું.

    રાજ્યમાં જળસંચય જન ભાગીદારી 2.0 અભિયાનની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભવિષ્યના પડકારોનો સામનો કરીને તેનું સોલ્યુશન આપવાનું માર્ગદર્શન આપણને માન. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપને પરિણામે મળતું થયું છે.

     રાજ્યના બનાસકાંઠા, કચ્છ, રાજકોટ જિલ્લાના કલેક્ટરોના પ્રેઝન્ટેશન સહિત વિવિધ જિલ્લા કલેક્ટરોએ પોતાના ક્ષેત્રમાં જળસંચય જન ભાગીદારી 2.0 અભિયાનની પ્રગતિ તેમજ આગામી આયોજનની વિસ્તૃત વિગતો પૂરી પાડી.

     કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને વિભાગના સચિવ તથા કેન્દ્ર સરકારના અન્ય અધિકારીઓ દિલ્હીથી આ સમીક્ષા બેઠકમાં જોડાયા. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે કહ્યું કે, જળસંચય-જળસંગ્રહ ક્ષેત્રે ગુજરાતે કરેલી કામગીરી દેશમાં મોડેલ રૂપ બની છે.

Related posts

Leave a Comment