હિન્દ ન્યુઝ, ડાંગ
મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને જિલ્લાનાં પ્રજાજનોની ફરિયાદો અને પ્રશ્નોના અસરકારક નિવારણ માટે તા.૨૧/૧૦/૨૦૨૬ના રોજ “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ કલેક્ટર ડાંગના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ડાંગ-આહવાના સભાખંડ ખાતે બપોરે ૩:૩૦ કલાકે યોજાશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે કે, સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત પ્રશ્નો તા.૧૦/૧૦/૨૦૨૬ સુધીમા ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને માધ્યમથી સ્વીકારવામાં આવશે. અરજદારે પોતાની ફરિયાદ અથવા પ્રશ્ન સંબંધિત ખાતા/કચેરીને મોકલી તેની એક નકલ કલેક્ટરશ્રી ડાંગને પાઠવવાની રહેશે.
આ અખબારી યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ન્યાયાલયમાં ચાલી રહેલા કેસ, મહેસૂલી કોર્ટ સંબંધિત મુદ્દાઓ, સબ-જ્યુડિશિયલ પ્રશ્નો તેમજ નોકરી સંબંધિત અરજીઓ આ કાર્યક્રમ હેઠળ વિચારણા માટે લેવામાં આવશે નહીં. અરજદારોએ એક જ પ્રશ્ન સંપૂર્ણ વિગતો સાથે સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરોમાં રજૂ કરવાનો રહેશે. અરજીના કવર ઉપર “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૧/૧૦/૨૦૨૬” એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવો અનિવાર્ય રહેશે.
ફરિયાદ નિવારણ કાર્યક્રમના દિવસે અરજદારોએ નિર્ધારિત સ્થળે સમયસર હાજર રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
