લાખણી તાલુકાના પેપળુ ગામે વર્ષો જૂનો પરંપરા મુજબ ભાદરવી નોમના દિવસે રામાપીર નો મેળો ભરાયો

લાખણી, હિન્દ ન્યુઝ

લાખણી તાલુકાના પેપળુ ગામે રામાપીર ની જગ્યા બાવન ગામ ઠાકોર સમાજનો ગુરુદ્વાર હોવાથી પેપળુ ગામે બાવન ગામ ના ઠાકોર સમાજના લોકો દૂર-દૂર ગામેથી રામાપીર ના દર્શન કરવા માટે દર વર્ષે ભાદરવી નોમ ના દિવસે તારે છે. પોતાની માનતા સરધા લાગણીથી પેપળુ વાળા રામાપીર એ અનેક દુ:ખીયાઓના દુઃખ દૂર કર્યા ના ઘણા પુરાવા હાલ જાગૃત છે. આ ગામે રામાપીર મંદિર ના હાલમાં ગાદી પર બિરાજમાન મહંત શ્રી સદારામ બાપુ, ગુરુ શ્રી કાલીદાસ બાપુ ની અનોખી પહેલ જોવા મળી રહી છે. પશુ-પંખી પ્રત્યે પ્રેમ પણ જોવા મળી રહ્યો છે. હાલમાં મહંત શ્રી સેધારામ બાપુ ની ઉંમર ઘણી હોવા છતાં પોતે જાતે ગાયોની સેવા ની સાર સંભાળ ભાવે કરી રહ્યા છે. પંખીઓને દાણા લાકડીનાં ટેકે ચાલીને પણ રોજ નાખી રહ્યા છે. મહંત શ્રી સેધારામ બાપુ ની પેપળુ ગામ લોકો પ્રત્યે અનોખો પ્રેમ લાગણી જોવા મળે છે. મહંત શ્રી સેધારામ બાપુ ની કાર્યશૈલીને ઠાકોર સમાજના યુવાનો અને પેપળુ ગામ લોકો અને શ્રી રામદેવ ભક્ત મંડળ પેપળું બિરદાવે છે. ધાનેરા તાલુકાના કુવારલા ગામેથી પણ વર્ષોથી દર ભાદરવી નોમના દિવસે ઠાકોર સમાજના ભાઈઓ બહેનો ની ધજા ચડાવવા અહીં રામાપીરે પેપળુ ગામે આવે છે. ભાદરવી અજવાળી નોમના દિવસે પરંપરાગત રીતે બાબા રામદેવ પીર ના દરેક સમાજના લોકોએ નેજા ચડાવ્યા હતા. વાજતે ગાજતે ઢોલ મંજીરા અને સતાર થી ભજન ધુન અને રામાપીરની ગરબીઓ ગાયી ને રામાપીર ને નમમસ્તક વંદન કર્યા હતા. ગામ લોકો ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહીને દર્શનનો લ્હાવો લીધો હતો. બાવન ગામ પેપળુ રામાપીર જગ્યાના મહંત શ્રી સેધરામ બાપુ અને રામદેવ ભક્ત મંડળ પેપળુ એ સારી સેવા પૂરી પાડી હતી.

રિપોર્ટર : ભરત ચૌહાણ, લાખણી

Related posts

Leave a Comment