લાખણી પંથકમાં દાડમ મા એક સાથે ત્રણ રોગ દેખાતા ખેડૂતો ચિંતિત

 

લાખણી,

લાખણી પંથકમાં ખેડૂતોનો મુખ્ય પાક તેમજ ખેડૂતો નો આધાર સ્તંભ બનેલ દાડમની ખેતીમાં ચાલુ, વર્ષે સતત વરસાદ તેમજ ભેજવાળા વાતાવરણના લીધે દાડમ ના ફળ બેસવા ના સમયગાળામાં જ નાના નાના ફળમાં ફાયટોપથરા ટપકી તેમજ પ્લગ જેવા રોગો આવતા ખેડૂતોને આ વર્ષે પણ આર્થિક નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી પંથકમાં લગભગ 70 ટકા વિસ્તારમાં દાડમની ખેતી થતી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દાડમમાં રોગચાળો તેમ જ ઓછા ભાવના લીધે ઘણા ખેડૂતોએ દાડમ કાઢી નાખી છે. તેમાં પણ આ વર્ષે સારું ઉત્પાદન મળશે તેવી આશા એ જ ખેડૂતોએ દાડમ રાખી હતી. તેઓને આ વર્ષે પણ સતત વરસાદ તેમજ ભેજવાળા વાતાવરણને લીધે દાડમના ઉત્પાદન ઉપર માઠી અસર પડવાની શક્યતા દેખાઈ રહી છે. જેમાં છેલ્લા કેટલાક દિવસોથી દાડમના છોડ ઉપર બેઠેલા નાના-નાના ફળોમાં ફાયટોપથોર ટપકી તેમજ પ્લગ જેવા રોગો ના લીધે ખરાબ થવા લાગતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તેમજ હજુ પણ જોવો ત્રણ થી ચાર દિવસ વરસાદી વાતાવરણ રહેશે તો દાડમમાં ફ્રુગજન્ય રોગો ની અસર વધુ વિકટ બનશે જેથી ખેડૂતોને ઉત્પાદનમાં ભારે નુક્સાન જવાની ચિંતા સતાવી રહી છે. જેથી સરકાર દ્વારા બાગાયતી ખેતીમાં ખેડૂતો માટે સહાય નું પેકેજ જાહેર કરવામાં આવે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છીએ.

રિપોર્ટર : ભરત ચૌહાણ, લાખણી

Related posts

Leave a Comment