આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ
હિન્દ ન્યુઝ, અમદાવાદ
દિલ્હી ખાતે દિવ્યાંગજનો માટે નૃત્ય અને કળાની ક્ષમતાને દર્શાવવાના હેતુસર આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ સમભાવ- 2024 યોજાયો
ગુજરાતમાંથી મનોદિવ્યાંગજનોની કેટેગરી અંતર્ગત અમદાવાદની એકમાત્ર સંસ્થા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબલ્ડની 5 મનોદિવ્યાંગ દીકરીઓએ સુંદર નૃત્યની રજૂઆત કરી
નવજીવન સંસ્થાના 8 મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી કલા-કૃતિઓનું પ્રદર્શન યોજાયું
સમભાવ- 2024માં દેશ-વિદેશના દિવ્યાંગ કલાકારોએ પોતાની કલા અને નૃત્યની રજૂઆત કરી