સુરત ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનો મેયર દક્ષેશભાઈ માવાણીએ શુભારંભ

હિન્દ ન્યુઝ, સુરત        રાજ્ય સરકારના માહિતી વિભાગ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે મીડિયાકર્મીઓ માટે ‘ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા’ હેલ્થ ચેકઅપ કેમ્પનો મેયર દક્ષેશભાઈ માવાણીએ શુભારંભ કરાવ્યો મીડિયા પ્રતિનિધિઓની આરોગ્યની સંભાળ લેવા માટે સરકારની રાજ્યવ્યાપી હેલ્થ ચેકઅપની પહેલ સરાહનીય છે : મેયર દક્ષેશભાઈ માવાણી ચેલેન્જીંગ જોબ કરતા માધ્યમકર્મીઓની સમયાંતરે સ્વાસ્થ્યની તપાસ અગત્યની છે: સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવી

Read More

વિવિધ ચાર વયજૂથમાં યોજાશે શહેર કક્ષાનો કલા મહાકુંભ

હિન્દ ન્યુઝ, જામનગર          રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા વહીવટી તંત્ર જામનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી જામનગર દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજન થનાર છે. જેમાં રજીસ્ટ્રેશન (ઓફ લાઈન) ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦/૧૨/૨૦૨૪ છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં ઝોનકક્ષાએ થી શરૂ થતી કુલ ૧૪ કૃતિ…

Read More

આગામી તા.૬ ડિસેમ્બરના રોજ હોમગાર્ડઝ તથા સિવીલ ડિફેન્સ ડે ની ઉજવણી કરાશે

હિન્દ ન્યુઝ, જામનગર         હોમગાર્ડઝ તથા સિવીલ ડિફેન્સ સેવાને આગામી તા.૬ ડિસેમ્બરના રોજ ૬૨ વર્ષ પૂર્ણ થતા હોય જિલ્લા હોમગાર્ડઝ કચેરી જામનગર દ્વારા આ અવસરે હોમગાર્ડઝ અને સિવીલ ડિફેન્સ ડે ની ઉજવણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ ઉજવણીના અનુસંધાને જામનગર જિલ્લાના તમામ યુનિટો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જિલ્લાના અલીયાબાડા, ગોપ અને જામજોધપુર યુનિટો દ્વારા તા.૦૧/૧૨/૨૦૨૪ થી તા.૦૬/૧૨/૨૦૨૪ દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પ, જન જાગૃતિ કાર્યક્રમ અને વ્યસન મુક્તિ અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.જ્યારે આ જિલ્લાના ગોપ, ધ્રાફા અને જામવંથલી યુનિટો દ્વારા તા.૦૧/૧૨/૨૦૨૪…

Read More

યુવાનો માટે “વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ”માં ભાગ લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ પોતાના વિચાર રજૂ કરવાની તક

હિન્દ ન્યુઝ, જામનગર      કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત ‘વિક્સિત ભારત યંગ લીડર્સ ડાયલોગ’ એ ભારતના યુવાનોને સશક્ત બનાવવા અને તેમને દેશના વિકાસમાં સક્રિય ભાગીદાર બનાવવા માટેનો એક નવીન પ્રયાસ છે. આ ડાયલોગ દ્વારા યુવાનોને તેમના વિચારો અને સૂચનાઓ રજૂ કરવાની તક મળશે સાથે સાથે તેમની સર્જનાત્મકતાને પણ પ્રોત્સાહન મળશે.આ ડાયલોગમાં વિવિધ વિષયો પર પેનલ ચર્ચાઓ, યુવાનો દ્વારા વિચારો અને સૂચનો રજૂ કરવા માટે પ્લેટફોર્મ, નિષ્ણાતો અને સરકારી અધિકારીઓ સાથે સંવાદ તથા વર્કશોપનું આયોજન કરવામાં આવશે.રાષ્ટ્રીય સ્તર પર સર્વશ્રેષ્ઠ રજૂઆતકર્તાને રૂ.૧ લાખ, દ્વિતીય ક્રમને રૂ. ૭૫…

Read More

બાગાયતવિભાગની વિવિધ સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ ખૂલ્લું મૂકાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ         બાગાયતખાતું, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા વર્ષ : ૨૦૨૪ – ૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી ઘટકો કાચા મંડપ, અર્ધ પાકા મંડપ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી, સરગવાની ખેતી, ખેતર પરના વિવિધ યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યરત થયું છે. જેમાં ગ્રેડીંગ-શોર્ટીગ પેકિંગ એકમ ઉભા કરવા, કાપણીના સાધનો, પ્રોસેસીંગના સાધનો, બાગાયતી પાકના પ્રોસેસીંગના નવા યુનિટ, મિશન મધમાખી કાર્યક્રમ, બાગાયતી યાંત્રીકરણ, કંદ ફુલો, દાંડી ફુલો જેવા વિવિધ ઘટકો માટે આઇ – ખેડુત પોર્ટલ તા.૦૭/૧૨/૨૦૨૪ સુધી ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. આંબા / જામફળ ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, આંબા /…

Read More

સૌરાષ્ટ્ર પ્રદેશ યુવા ઉત્સવમાં કલાનું હીર ઝળકાવતા ગીર સોમનાથના કલાકારો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમરેલી દ્વારા સંચાલિત તા.૨૩/૧૧/૨૦૨૪ થી ૨૪/૧૧/૨૦૨૪ સુધી સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા યુવા ઉત્સવ યોજાયો હતો. આ યુવા ઉત્સવમાં સૌરાષ્ટ્ર પ્રદેશના કુલ ૧૨ જિલ્લાના કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં ગીર સોમનાથના કુલ ૧૩ કૃતિમાં કલાકારોએ પોતાની કલાનું હીર ઝળકાવ્યું હતું. આ યુવા ઉત્સવમાં વકતૃત્વ સ્પર્ધામાં બ વિભાગમાં પ્રથમ ક્રમાંકે અલ્પાબેન, નિબંધ સ્પર્ધામાં બ વિભાગમાં તૃતિય ક્રમે ઝાલા પ્રિયા, પાદપૂર્તિ સ્પર્ધામાં બ…

Read More

કરોડોની કિંમતની વ્હેલશાર્કને મુક્ત કરી દરિયાદિલી દર્શાવતા સાગરખેડૂઓ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ         વેરાવળની ફિશરીઝ કોલેજ ખાતે વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ખરા અર્થમાં સાર્થક બને છે કારણ કે, હવે સાગરખેડૂઓ જાગૃત થયા છે અને પોતાની જાળમાં ફસાતી વ્હેલ માછલીને મુક્ત કરી પોતાની દરિયાદિલી દર્શાવે છે. તાજેતરમાં જ હિરાકોટ બંદર (કદવાર)ની બોટ વેરાવળ થી ૯૦ નોટીકલ માઈલ દરિયામાં ફિશિંગમાં હતી. આવા સમયે તેમની જાળમાં વ્હેલ માછલી ફસાઈ હતી. જેની જાણ બોટના ટંડેલ અને ખલાસીઓને થતા તાત્કાલીક તેમણે દરિયાદિલી દર્શાવતા જાળમાંથી વ્હેલ માછલી મુક્ત કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના અંગે સાગરખેડૂઓ…

Read More

ફિશરિઝ કોલેજ વેરાવળ ખાતે “વ્હેલ શાર્ક દિવસ-૨૦૨૪”ની ઉત્સાહભેર ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       જૂનાગઢ વન વિભાગ, વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઈન્ડિયા તથા ટાટા કેમિકલના સહયોગથી ફિશરિઝ કોલેજ વેરાવળ ખાતે “વ્હેલ શાર્ક દિવસ-૨૦૨૪” અંતર્ગત ગુજરાતના દરિયાકાંઠે વ્હેલશાર્કના સંરક્ષણ માટે બે દાયકાથી સફળ સહ સંચાલનની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ વર્તુળ મુખ્ય વન સંરક્ષક કે.રમેશે વ્હેલ શાર્કના સંરક્ષણ અને સંવર્ધન માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, આપણે હંમેશા કુદરત સાથે અનુકૂલન સાધીને ચાલવું જોઈએ. આપણે કુદરતના નિયમોને અનુસરવા જોઈએ. જો આપણે એમ નહીં કરીએ તો જનસમૂહ અને આવતી પેઢીને નુકસાન ભોગવવું પડશે. મનુષ્યને તેમની ભૂલમાંથી જ શીખવાનું છે. જો પર્યાવરણને…

Read More

ભાવનગર જિલ્લામાં તા.૮મી ડિસેમ્બર,૨૦૨૪ નાં રોજ પોલિયો રસીકરણ કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર         ભારત દેશ પોલિયો મુક્ત થઈ ગયેલ છે,પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલિયો નાબૂદ થયેલ ન હોવાથી તે પોલિયો ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે.જેથી આપણાં દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે અભિયાન ચલાવવામાં આવે છે.જે બાબતે જિલ્લા કલેકટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, ભાવનગર ખાતે SNID પોલીયો રાઉન્ડ ૮મી ડિસેમ્બર ૨૦૨૪ અન્વયે સમીક્ષા બેઠક યોજાયેલ તેમજ SNID પોલીયો રાઉન્ડની કામગીરી ૧૦૦ ટકા સંપુર્ણ થાય તે માટે જરૂરી સુચનો આપવામાં આવ્યાં હતાં. જેમાં ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે તા.૮મી ડિસેમ્બર, ૨૦૨૪ રોજ પોલિયો અભિયાન દ્વારા ૦ થી…

Read More

ભાવનગર જિલ્લામાં તા. ૬ અને ૭ ડિસેમ્બરના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર        રાજ્યનાં ખેડૂતોને આગામી રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખાતાની વિવિધ સહાય યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગેને સમજ મળી રહે તે હેતુસર આગામી તા. ૦૬/૧૨/૨૦૨૪ અને તા. ૦૭/૧૨/૨૦૨૪ સુધી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં આયોજન કરવામાં આવેલ છે જેના અનુસંધાને જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાની અધ્યક્ષતામાં આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં તાલુકા કક્ષાએથી અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.   જેમાં ગારીયાધાર તાલુકાનો APMC માર્કેટીંગ યાર્ડ- ગારીયાધાર, ભાવનગર તાલુકાનો શ્રી શામપરા સ્વામિનારાયણ ગુરુકુળ, સિદસર, ઘોઘા તાલુકાનો…

Read More