હિન્દ ન્યુઝ, જામનગર
કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત ‘વિક્સિત ભારત યંગ લીડર્સ ડાયલોગ’ એ ભારતના યુવાનોને સશક્ત બનાવવા અને તેમને દેશના વિકાસમાં સક્રિય ભાગીદાર બનાવવા માટેનો એક નવીન પ્રયાસ છે. આ ડાયલોગ દ્વારા યુવાનોને તેમના વિચારો અને સૂચનાઓ રજૂ કરવાની તક મળશે સાથે સાથે તેમની સર્જનાત્મકતાને પણ પ્રોત્સાહન મળશે.આ ડાયલોગમાં વિવિધ વિષયો પર પેનલ ચર્ચાઓ, યુવાનો દ્વારા વિચારો અને સૂચનો રજૂ કરવા માટે પ્લેટફોર્મ, નિષ્ણાતો અને સરકારી અધિકારીઓ સાથે સંવાદ તથા વર્કશોપનું આયોજન કરવામાં આવશે.રાષ્ટ્રીય સ્તર પર સર્વશ્રેષ્ઠ રજૂઆતકર્તાને રૂ.૧ લાખ, દ્વિતીય ક્રમને રૂ. ૭૫ હજાર રૂપિયા તથા ત્રીજા બેસ્ટ પર્ફોર્મરને રૂ. ૫૦ હજારનું ઈનામ આપી પ્રોત્સાહિત કરાશે. સાથે જ અન્ય ૧૦૦ યુવાનોને રૂ. ૨ હજાર તથા ૨૦૦ યુવાનોને એક હજાર રૂપિયા સાંત્વના પુરસ્કાર તરીકે આપવામાં આવશે. આ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે આપેલી લીંક https://quiz2.mygov.in/ પર થી form સબમીટ કરી શકાશે.તેમજ વધુ માહિતી માટે મો. ૯૭૫૮૧૪૩૬૫૧ અથવા મેઈલ આઈ.ડી. 4409nykjam@gmail.com પર સંપર્ક કરી શકાશે.