હિન્દ ન્યુઝ, જામનગર
હોમગાર્ડઝ તથા સિવીલ ડિફેન્સ સેવાને આગામી તા.૬ ડિસેમ્બરના રોજ ૬૨ વર્ષ પૂર્ણ થતા હોય જિલ્લા હોમગાર્ડઝ કચેરી જામનગર દ્વારા આ અવસરે હોમગાર્ડઝ અને સિવીલ ડિફેન્સ ડે ની ઉજવણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ ઉજવણીના અનુસંધાને જામનગર જિલ્લાના તમામ યુનિટો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં જિલ્લાના અલીયાબાડા, ગોપ અને જામજોધપુર યુનિટો દ્વારા તા.૦૧/૧૨/૨૦૨૪ થી તા.૦૬/૧૨/૨૦૨૪ દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પ, જન જાગૃતિ કાર્યક્રમ અને વ્યસન મુક્તિ અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.જ્યારે આ જિલ્લાના ગોપ, ધ્રાફા અને જામવંથલી યુનિટો દ્વારા તા.૦૧/૧૨/૨૦૨૪ થી તા.૦૬/૧૨/૨૦૨૪ દરમ્યાન વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરાશે.તેમજ જિલ્લાના જોડીયા, સિક્કા અને લાલપુર યુનિટ દ્વારા તા.૦૧/૧૨/૨૦૨૪ થી તા.૦૫/૧૨/૨૦૨૪ દરમ્યાન સ્વચ્છતા અભ્યાન યોજાશે. તા.૦૫/૧૨/૨૦૨૪ ની પૂર્વ સંધ્યાએ સીટી એ, બી અને સી યુનિટો જિલ્લા કચેરી ખાતેથી મશાલ રેલી શરૂ કરી ટાઉન હોલ થઇ પરત જિલ્લા કચેરીએ પૂર્ણ કરશે સાથે સાથે ધ્રોલ, કાલાવડ, સિક્કા, લાલપુર, જામજોધપુર, અલિયાબાડા, જોડીયા, ધ્રાફા, જામવંથલી, મોટી ગોપ યુનિટ ખાતે પણ મશાલ રેલીનું આયોજન કરવામાં આવશે. તા.૦૬/૧૨/૨૦૨૪ ના રોજ સવારે જિલ્લા કક્ષાએ રૂટ માર્ચ પાસ્ટ તથા ડાયસ પ્રોગ્રામનું આયોજન કરાશે તેમ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા દ્વારા જણાવાયું છે.
