આગામી તા.11 નવેમ્બરના રોજ જામનગર આઇટીઆઇ ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર     ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર દ્વારા તા. ૧૧/૧૧/૨૦૨૪ ના એપ્રેન્ટીસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતીમેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહી સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરશે. ભરતીમેળામાં હાજર રહેવા માંગતા ઉમેદવારોએ બાયો ડેટા, શૈક્ષણિક તેમજ અનુભવની લાયકાત અંગેના પ્રમાણપત્રોની નકલ તેમજ ફોટોગ્રાફ સાથે જામનગર આઈ.ટી.આઈ. કેમ્પસ ખાતે સવારે ૧૦.૦૦ કલાકે હાજર રહેવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Read More

ભાવનગરમાં ડાયાબિટીસ મુક્ત ગુજરાત અંતર્ગત 14 થી 28 નવેમ્બર યોગ શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર      યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ના સંયુક્ત ઉપક્રમે ૧૫ દિવસીય યોગ શિબિરનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત તા. ૧૪/૧૧/૨૦૨૪ થી ૨૮/૧૧/૨૦૨૪ એમ ૧૫ દિવસ દરમ્યાન સવારે ૬:૦૦ થી ૮:૦૦ સુધી સર તખ્તસિંહજી હોલ, બોરતળાવ ખાતેની જગ્યામાં ડાયાબીટીસના દર્દીઓ માટે જેઓ ૧૫ દિવસ સતત આવી શકે તેમનું ૧૦૦ લોકોની માર્યાદિત સંખ્યામાં મૂલ્યાંકન આધારિત ફોલોઅપ રહેશે. રસ ધરાવતા દર્દીઓએ રજીસ્ટ્રેશન અને વધુ વિગત માટે મો. ૭૦૧૬૫૫૦૧૨૪, ૯૩૨૮૩૭૬૫૯૩ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

Read More

ભાવનગર શહેરનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૭ નવેમ્બરના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  નવેમ્બર માસનો તા. ૨૭/૧૧/૨૦૨૪ ને બુધવાર નો રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિધાનગર,બી.પી.ટી.આઈ. સામે ભાવનગર શહેર ખાતે મુખ્યમંત્રી નો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ કરવા માટે નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે. આથી ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદારઓ પાસે થી તા. ૧૧/૧૧/૨૦૨૪ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નોની આધાર પુરાવા સાથે અરજી મંગાવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે સીટીમામલતદાર, ભાવનગર ને પુરાવા સાથે અરજી કરવાની…

Read More

આર.ટી.ઓ. કચેરી દ્વારા હળવા મોટર વાહનની નવી સીરીઝ નંબરોના ઓનલાઇન ઈ-ઓક્શન માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર     આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા પ્રાઇવેટ દ્વિચક્રી મોટર વાહન માટેની નવી સીરીઝ GJ-04-EP 0001 થી 9999 ની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે.જેમાં તા.૦૫-૧૧-૨૦૨૪ થી તા.૧૧-૧૧-૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૧૧-૧૧-૨૦૨૪ થી તા.૧૩-૧૧-૨૦૨૪ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી, ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવવામા આવ્યુ છે.

Read More

ભાવનગર તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૭ નવેમ્બરના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  નવેમ્બર ૨૦૨૪ ના માસનો “મુખ્યમંત્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું તા:-૨૭/૧૧/૨૦૨૪ નાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી, આઈ.ટી.આઈ.વાળો ખાંચો, વિદ્યાનગર, ભાવનગર ખાતે મદદનીશ કલેકટર, ભાવનગર પ્રાંત, ભાવનગરના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવેલ છે. ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટે સંબંધિત તલાટી-કમ- મંત્રીને તથા તાલુકા કક્ષાના પ્રશ્નો હોય તે તા:-૧૦/૧૧/૨૦૨૪ સુધીમાં મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય), ભાવનગરની કચેરીને સાદી અરજીમાં બે નકલમાં પહોંચાડી આપવા મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય)ની યાદીમાં જણાવવામાં આવે છે.

Read More

ભાવનગર જિલ્લાનાં વિવિધ તાલુકા મથકોએ રોજગાર કચેરી દ્વારા નામ નોંધણી કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં રોજગાર કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં નવી નામ નોંધણી તાજી કરવી તથા અન્ય કામગીરી માટે તાલુકા મથકોએ રોજગાર અધિકારી મળશે. જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારોએ સ્વખર્ચે કેમ્પનાં સ્થળે તમામ અસલ પ્રમાણપત્રો, ઝેરોક્ષ નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જવાનું રહેશે. જો કેમ્પની તારીખે જાહેર રજા આવતી હોય તો ત્યાર પછીના કામકાજના ચાલુ દિવસે જે તે જણાવેલ સ્થળે સંપર્ક સાધવાનો રહેશે. આ નામ નોંધણી કેમ્પ શિહોર તાલુકાનાં પથિકાશ્રમ ખાતે ૭ તારીખે, ગારીયાધાર તાલુકાનાં સરકારી આરામગૃહ ખાતે ૧૧ તારીખે,…

Read More