આર.ટી.ઓ. કચેરી દ્વારા હળવા મોટર વાહનની નવી સીરીઝ નંબરોના ઓનલાઇન ઈ-ઓક્શન માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

   આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા પ્રાઇવેટ દ્વિચક્રી મોટર વાહન માટેની નવી સીરીઝ GJ-04-EP 0001 થી 9999 ની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે.જેમાં તા.૦૫-૧૧-૨૦૨૪ થી તા.૧૧-૧૧-૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં

તા.૧૧-૧૧-૨૦૨૪ થી તા.૧૩-૧૧-૨૦૨૪ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી, ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવવામા આવ્યુ છે.

Related posts

Leave a Comment