હિન્દન્યુઝ, વલસાડ
‘હર ઘર સ્વદેશી’ થીમ સાથેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ પહેલ MSMEs અને સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે.
વિધાનસભા ખાતે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા રજૂ કરવામાં આવેલો રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત બિનસરકારી સંકલ્પ સ્વીકારાયો.
વિધાનસભા ગૃહ ખાતે બિનસરકારી સંકલ્પના પ્રત્યુત્તરમાં ઉદ્યોગ રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાતના જે બીજ રોપ્યા હતા, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના સક્ષમ નેતૃત્વ હેઠળ નવી ઊંચાઈ આપવામાં આવી રહી છે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દ્વારા ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત@2047’ના વિઝનને વેગ મળશે: ઉદ્યોગ રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત
