હિન્દ ન્યુઝ, સુરત
સુરત જિલ્લા પંચાયત ખાતે “સોશિયલ એન્ડ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન(SBCC)” વિષય પર એક દિવસીય રિજનલ વર્કશોપ યોજાયો હતો. સુરત ICDS વિભાગ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગરના સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ન્યુટ્રિશન(CoEN) – પ્રોજેક્ટ તુષ્ટિ હેઠળ યોજાયેલા આ વર્કશોપમાં પોષણ અને માતા-બાળ આરોગ્ય સેવાઓમાં SBCC અભિગમને મજબૂત બનાવવો તથા સુપરવાઇઝરી કેડરના અધિકારીઓની માર્ગદર્શક ભૂમિકાને વધુ અસરકારક બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
એક દિવસીય વર્કશોપ દરમિયાન SBCCના મૂળ તત્ત્વો, IEC-BCC-SBCC વચ્ચેનો તફાવત, વર્તન પરિવર્તન મોડલ, સમુદાય સ્તરે અસરકારક સંવાદ કૌશલ્ય, સુપરવાઇઝરી માર્ગદર્શન અને મોનીટરીંગ જેવા વિષયો પર પ્રસ્તુતિઓ અને ચર્ચાઓ યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં સુરત ઝોન હેઠળનાં પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ, સી.ડી.પી.ઓ. સર્વે, મુખ્ય સેવિકાઓ તથા આંગણવાડી કાર્યકરો સહિત તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.
