મેરી કહાની મેરી ઝુબાની – પ્રધાનમંત્રી આવાસ યોજનાના થકી પાકું મકાન બન્યુ: કાનજીભાઈ મકવાણા

હિન્દ ન્યુઝ, ભાવનગર 

 ઉમરાળા તાલુકાના વાંગધ્રા ગામ ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત કાનજીભાઈએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. 

કાનજીભાઈએ જણાવ્યું હતું કે, પહેલાં મારે કાચું મકાન હતું. જેના કારણે ચોમાસા દરમિયાન ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને ખૂબ જ અગવડતા પડતી હતી. ત્યારબાદ મને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણકારી મળી અને મેં આ યોજનાનું ફોર્મ ભર્યું હતું. જેથી મને આ યોજના અંતર્ગત પાકું મકાન બનાવવા માટે સરકાર તરફથી રૂ. ૧ લાખ ૨૦ હજારની સહાય મળી છે. આ સહાયની મદદથી મારા કાચા ઘરને પાકું બનાવતા સગવડતા થઈ છે. સરકારશ્રીની સહાયથી હવે પાકા ઘરમાં હું અને મારો પરિવાર રહીએ છીએ.

નોંધનીય છે કે,’મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ કાનજીભાઈની જેમ બીજા લાભાર્થીઓ પણ કાચા મકાનને પાકું બનાવવામાં કે ઘરના ઘરનું સપનું સાકાર કરવામાં મદદરૂપ બનતી સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યા છે.

Related posts

Leave a Comment