હિન્દ ન્યુઝ, ભાવનગર
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ઘણા લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત સ્થળ ઉપર જ લાભ અપાઇ રહ્યા છે. ત્યારે ઉમરાળા તાલુકાના વાંગધ્રા પ્રાથમિક શાળામાં વિકસિત રથ આવ્યો હતો.
વિકસિત ભારત સંકલ્પ કાર્યક્રમ થકી NFSA અન્નપુર્ણા યોજનાના લાભાર્થીઓને સ્થળ ઉપર જ 5 કિ.લોના અનાજ કિટનું વિતરણ કરી સહાય આપવામાં આવી હતી. સોલંકી લીલાબેન દિનેશભાઈ, વાઘેલા મગનભાઇ છગનભાઇ, વાઘેલા દૂધીબેન પ્રેમજીભાઈ, લકુમ શાંતુબેન પરષોતમભાઈ, ગોહિલ ધર્મેન્દ્રસિંહ અજીતસિંહ, ગોહિલ શંભુભા મનુભા, લકુમ પ્રવિણભાઈ અર્જણભાઈ અને સોલંકી આશાબેન મુકેશભાઈને અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગોહિલ ધર્મેન્દ્રસિંહ અજીતસિંહ અને લકુમ પ્રવિણભાઈ અર્જણભાઈના જણાવ્યા પ્રમાણે સરકાર ઘરના દ્વારે આવીને વિવિધ લાભ આપી રહી છે અને આ સંકલ્પ યાત્રા અંતર્ગત છેવાડાના માનવીનું પણ કાળજીપૂર્વક ધ્યાન આપી સહાય આપે છે ત્યારે સરકારશ્રીનો તેઓ સર્વ લાભાર્થીઓને વતી આભાર વ્યક્ત કરે છે.
ઉલ્લેખનીય છે કે NFSA અન્નપુર્ણા યોજના અંતર્ગત એક સામાન્ય માણસને જીવન જરૂરી પૌષ્ટિક આહાર માટે ઘઉં, ચોખા, ચણા, ખાંડ અને મીઠું જેવી ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે. આ આહાર કિટ થકી લાભાર્થીઓનું જીવન સવસ્થ રહે છે.