હિન્દ ન્યુઝ, ભાવનગર
વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર દેશ સહિત ગુજરાત અને ભાવનગર જિલ્લામાં હાલમાં ભ્રમણ કરી રહી છે. આ યાત્રા થકી સરકારની યોજનાઓની નાગરિકોને જાણકારી લઈને ગામેગામ ફરી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોને વિકસિત ભારતના એમ્બેસેડર બનવા અને વિકાસના સંદેશને વિસ્તૃત કરવા નાગરિકોને આહવાન કર્યું છે.
ભાવનગર જિલ્લાના ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થઈ રહ્યું છે ત્યારે નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવા સમયે વિકસિત ભારત એમ્બેસેડર બની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળવાની તક જિલ્લાના નાગરિકો પણ લઈ શકે છે. જેમાં ૧૦૦ દિવસની ચેલેન્જ સ્વીકારી નાગરિકો સહભાગી બની રહ્યા છે. જેમાં સપ્તાહ અથવા મહિનાના ટોપ-૫ એમ્બેસેડરની ગણતરીમાં સામેલ થવાની તક મળી શકે છે. સમગ્ર ભારતમાં લોકો વિકસિત ભારત એમ્બેસેડર બની રહ્યા છે. જેથી રાષ્ટ્રની શાન વધારવામાં પોતાની ભૂમિકા અદા કરી દરેક વિકાસની કહાની સંભળાવવામાં ભાગીદારી નોંધાવવા સૌને વડાપ્રધાન એ અપીલ પણ કરી છે.
અહીં આપેલા ક્યુ આર કોડને સ્કેન કરી રજીસ્ટ્રેશન કરાવી જિલ્લાના નાગરિકો વિકસિત ભારત એમ્બેસેડર બની પોતાની કહાની સંભળાવી શકે છે.