હિન્દ ન્યુઝ, કાલાવડ
કાલાવડનાં વકીલ અર્જુનભાઈ દામજીભાઈ ઠેસીયા ગત તા.૨૧-૧૧-૨૦૨૪ નાં રોજ મામલતદાર કચેરી ખાતે અરજની નકલ લેવા જતા કર્મચારી જયદીપ ગઢવી દ્વારા 45 દિવસ પછી પણ વકીલ અર્જુનભાઈ ઠેસીયા ને અરજની નકલ ન આપતા આ અંગે વકીલ એવા અર્જુનભાઈ ઠેસીયાએ મામલતદારને આ અંગે રજૂઆત કરતા જયદીપ ગઢવી ઉશ્કેરાટમાં આવીને વકીલ અર્જુનભાઈ ઠેસીયા ને ગાળો આપી, માર મારી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સમગ્ર મામલો બિચકયો હતો.
કાલાવડ નાં વકીલ અર્જુનભાઈ ઠેસીયાને મામલતદાર કચેરીમાં માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ગતરોજ આ અંગે વકીલ અર્જુનભાઈ ઠેસીયા દ્વારા કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ કરવા પહોંચતા પોલીસે ફરિયાદ લેવા માટે તાથાથૈયા કરતા આજ રોજ કાલાવડ બાર એસોસિએશનના વકીલો દ્વારા ફરી કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પહોંચતા પોલીસે ફરિયાદ ન લેતા વકીલોમાં ભારે રોષ ફેલાવવા પામ્યો છે.
કાલાવડ બાર એસોસિયેશન ના વકીલો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કાલાવડ ટાઉન પોલીસ મથકના પી.આઇ. આંબલીયા વકીલ ઉપર થયેલા હુમલા અને જાનથી મારી નાખવાની ધમકીની ગંભીરતાને નજર અંદાજ કરી ફરિયાદ લેવાની આનાકાની કરતા હોય ત્યારે ચોક્કસ પણે પી.આઇ. આંબલીયાની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
વકીલ અર્જુનભાઈ ઠેસીયા ઉપર સરેઆમ હુમલો થવા પામયો હોય અને સમગ્ર કાલાવડ બાર એસોસિયેશનના વકિલો દ્વારા પોલીસને ફરીયાદ નોંધાવા માટે રજુવાત કરવા છતાં કાલાવડ ટાઉન પોલીસ મથકના પી.આઈ. આંબલીયા ટસના મસ ન થતાં હોય તો કાલાવડનો એક સામાન્ય માણસ પોતાની અરજ લઇ પી.આઈ આંબલીયા પાસે જતાં હોય ત્યારે આ બિચારી કહેવાતી આમ જનતાની શું હાલત થવા પામતી હશે એ એક વિચારવા જેવી બાબત છે.
કાલાવડ ટાઉન પી.આઇ. આંબલીયા કોના ઇશારે અને ક્યાં કારણોસર વકીલ અર્જુનભા ઠેસીયાની ફરીયાદ લેવામાં આનાકાની કરે છે એ કોયડો ઉકેલાતો નથી ???