હિન્દ ન્યુઝ, જૂનાગઢ
વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહીની જૂનાગઢ મહાનગર ટીમ દ્વારા સુરજ સીનેમા માં તા.૨૨ ના રોજ મંગળવારે સાંજે ૭ વાગ્યા નો શો The Kashmir files માટે હતો. કુલ ૨૮૮ સીટ ની સ્ક્રીન હતી જે જૂનાગઢ દુર્ગાવાહીની ટીમ દ્વારા બધી જ બુક થઈ ગઈ હતી. પ્રાંત ના અધિકારી દુર્ગાવાહીની સંયોજિકા ડો. અર્ચનાબેન ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ દુર્ગાવાહીની તેમજ અન્ય કાર્યકર્તા બન્ધુઓ પરિવાર સાથે આવ્યા હતા. આગામી ભાવનગર ના 8 દિવસ ના પ્રાંત ના દુર્ગાવાહીની પ્રશિક્ષણ વર્ગ માં વધુ ને વધુ સંખ્યા જાય એના પ્રયત્ન ના ભાગરૂપે ૧૭ એપ્રીલ ના રોજ એક દિવસ નો અભ્યાસ વર્ગ જૂનાગઢ માં રહેશે. આ બંને માં દુર્ગાવાહીની ની સંખ્યા ખુબ સારી રહે એના પ્રયત્ન ના ભાગરૂપે The Kashmir Files મુવી જોવાનુ આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં માં દુર્ગાવાહીની પરિવાર સાથે આવ્યા હતા.
વિશ્વ હિન્દૂ પરિષદ જન જાગરણ ના કાર્યક્રમ કરતુ જ હોય છે ત્યારે આ કાર્યક્રમ ના ભાગરૂપે તમામ લોકો ને ખરી વાસ્તવિકતા ધ્યાનમાં આવે એ જરૂરી છે. કશ્મીર પંડીતો જે 30 વર્ષ પહેલા પ્રતાડીત થયા હતા તેની માહિતી મુવી દ્વારા ધ્યાન માં આવે. મુવી જોયા બાદ ધણા પરીવાર ભાવુક પણ થઈ ગયા હતાં.
કાર્યક્રમ ખુબ સફળ રહ્યો હતો. આગામી દિવસો માં આ મુજબ ના કાર્યક્રમ નું આયોજન થતું રહેશે જેથી કાર્યકર્તાઓ નો પરિવાર સાથે પણ પરિચય થાય ને સંગઠન પણ મજબૂત થાય એમ હિરેન રૂપારેલિયા, મંત્રી, વિશ્વ હિન્દૂ પરિષદ, જૂનાગઢ મહાનગર અને રિંકલબેન મહેતા, દુર્ગાવાહીની સંયોજિકા, જૂનાગઢ મહાનગર તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત ટોળી સદસ્ય, વિશ્વ હિન્દૂ પરિષદ આ વાત જણાવી હતી અને જૂનાગઢ મહાનગર ના લોકો વધુમાં વધુ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાહિની અને માતૃશક્તિ ની ટીમ સાથે જોડાય તેવું આહવાન પણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ
