કુવારદ હાઇસ્કૂલ માં ૨૦૨૨- ધોરણ ૧૦ વિદાય સમારંભ યોજાયો

હિન્દ ન્યૂઝ, રાધનપુર

          ખેતી કામ ની પુરજોશ ઋતુઓ માં વાલી, મિત્રો અને ખેલ મહાકુંભ માં શિક્ષક મિત્રો અટવાયેલા હોવાથી ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ નો ખૂબ જ સાદગી થી શાળા કક્ષાએ વિદાય શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો. કોરોના ના લીધે રહી ગયેલા ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ એમ બે વર્ષ ના બોર્ડ ની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ ને શાળા અને સંખેશ્વર તાલુકા ના (બી.આર.સી) નનુભાઈ મેધાભાઈ પાવરા તરફ થી અલગ અલગ અનુક્રમે ૫૦૧, ૩૦૧ અને ૨૦૧ ઇનામો આપવામાં આવ્યા હતા તથા ધોરણ ૯ માં પણ પ્રથમ, દ્વિતીય, અને તૃતીય ક્રમાંક મેળવનાર ને ઉપર ની જેમ જ બંને તરફ થી અનુક્રમે ૩૦૧, ૨૦૧, ૧૦૧ એમ ઇનામો આપવામાં આવ્યું. શાળા ના ભૂતપૂર્વ વિદ્યાર્થી પિયુષ કટારીયા તરફ થી ધોરણ ૧૦ ના તમામ વિદ્યાર્થીઓ ને વિદાય શુભેચ્છા સ્વરૂપે એક-એક બોલપેન ભેટ આપવામાં આવી હતી. નિમાવત રામ પ્રકાશભાઈ તરફ થી કાર્યક્રમ ના અંતે તમામ બાળકો ને ચવાણું પેંડા નો અલ્પાહાર આપવામા આવ્યો.

      આમ, વિદાય સમારંભ માં બાળકો ને ઉત્સાહ જાગે અને ભવિષ્ય માં કઈક કરવાની અને કઈક કરી બતાવવાની ભાવના જાગે, એવા હેતુ થી આ કાર્યક્રમ યોજાયો અને ગામ નું નામ રોશન થાય એવા પ્રયાસો કરવામાં આવે એવુ વાલીઓ એ વ્યક્ત કર્યું હતું .

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment