જમ્મુ કાશ્મીર ખાતે ભૂસ્ખલનમાં ફસાયેલા ગુજરાતીઓને રાજ્ય સરકારની તાત્કાલિક મદદ-આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ જામનગર તા.21 એપ્રિલ, જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનની ઘટનાને પગલે ફસાયેલા ગુજરાતીઓને રાજ્ય સરકારે તાત્કાલિક મદદ પૂરી પાડી છે. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા જ રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી હાથ ધરી જમ્મુ કાશ્મીર સરકાર સાથે સંપર્ક કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્ય ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ અંગત રસ દાખવી જમ્મુ કાશ્મીર સરકાર સાથે વાતચીત કરી ફસાયેલા ગુજરાતીઓને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી…

Read More

બોટાદ ખાતે પશ્ચિમ બંગાળમાં થયેલ હિન્દુઓ પર અત્યાચારો નાં પગલે કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, બોટાદ      બોટાદ ખાતે પશ્ચિમ બંગાળમાં થયેલ હિન્દુઓ પર અત્યાચારો નાં પગલે બોટાદના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS તેમજ તમામ હિન્દુ સંગઠનો, રાજકીય, સામાજિક આગેવાનો મળી હિન્દુઓ પર હિંસા વિરુદ્ધમાં બાઈક રેલી યોજી તેમજ બોટાદ કલેકટર ને આવેદન પત્ર પણ આપવામાં આવ્યો સાથે બંગાળમાં રાષ્ટ્રપતિ શાશન ની માંગણી કરવામાં આવી. રિપોર્ટર : વિજય કુકડીયા, બોટાદ

Read More

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-સુરત દ્વારા અનુદાનિત શાળાઓના ૩૦ કર્મચારીઓને બઢતી અપાઈ

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-સુરત દ્વારા અનુદાનિત શાળાઓના ૩૦ કર્મચારીઓને બઢતી અપાઈ . જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-સુરત હસ્તકની અનુદાનિત શાળાઓમાં ફરજ બજાવતા કુલ ૨૦ કર્મચારીઓને પટાવાળામાંથી જુનિયર ક્લાર્ક તરીકે બઢતી અને ૦૭ કર્મચારીઓને જુનિયર ક્લાર્કમાથી સિનિયર ક્લાર્ક તરીકેની બઢતી તથા ૦૩ કર્મચારીઓને સિનિયર ક્લાર્કમાથી હેડ ક્લાર્ક તરીકેની બઢતી અંગેની કામગીરી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો.ભગીરથસિંહ એસ.પરમાર અને તેમની ટીમ દ્વારા ત્વરિત પૂરી કરવામાં આવી. તમામ બઢતી પામેલા કર્મચારીઓને જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારધીના હસ્તે ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પહેલ કરી આગામી તા.૧ જાન્યુઆરીનો ઈજાફાનો લાભ સદર કર્મચારીઓને મળી રહે એ માટે…

Read More

ગાંધીનગરના મુખ્ય બસ મથકની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમવારે સાંજે ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા. મુખ્યમંત્રીએ બસ મથકની સ્વચ્છતા-સફાઈનું નિરીક્ષણ કર્યું તેમજ કંટ્રોલ રૂમ અને ટિકિટ વિન્ડોની કામગીરી ઝીણવટ પૂર્વક નિહાળી, બસ મથકમાં મુસાફરો સાથે વાતચીત કરીને તેમને મળતી સુવિધાઓની વિગતો પણ મેળવી.

Read More

ધરમપુર તીસ્કરી તલાટના ખેડૂતનું ગીર ગાય ગૌશાળા દ્વારા પ્રાકૃતિક ખેતીમાં મહત્વપૂર્ણ યોગદાન

હિન્દ ન્યુઝ, સુરત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તેમજ જીવામૃત, ઘન જીવમૃત બનાવવાની ટ્રેનિંગ આપે છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટના ખેડૂત ઠાકોરભાઈ દેવજીભાઈ પટેલ ગીર ગાય ગૌશાળા દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રસારમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેમણે તેમના પિતાજીના કેહવાથી કંઈક નવું કરવાની ઈચ્છથી આશરે ૧૨ વર્ષ પહેલા શ્રી બંસીધર ગીર ગૌશાળાની શરૂઆત કરી હતી. ગૌશાળાની શરૂઆત બાદ તેમણે નાગપુર ખાતે તાલીમમાં પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ અને પ્રકૃતિને રાસાયણિક પદાર્થોના વપરાશથી થતા નુકશાનથી માહીતગાર થતા આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. આજે તેઓ પોતે…

Read More

એક વર્ષમાં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા ૧૦૮ કરોડ રૂપિયા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે રિકવર કરી પરત કર્યા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર રિકવર કરેલા નાણાં ઉપરાંત એક વર્ષમાં ૨૮૫.૧૨ કરોડ રૂપિયા ફ્રિઝ કરવામાં આવ્યા: સાયબર ફ્રોડ થયાના ગોલ્ડન અવર્સમાં મળેલી ફરિયાદોમાં નાણાં ફ્રિઝ અને રિકવરી રેટ સૌથી વધુ • કોઈપણ સાયબર ફ્રોડની ઘટના બને તો તરત જ ગોલ્ડન અવર્સમાં હેલ્પલાઇન નંબર-1930 ઉપર સંપર્ક કરવા નાગરિકોને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અપીલ • લોક અદાલત મારફતે અરજદારોને તેમના નાણાં પરત અપાવવા ખાસ ઝુંબેશ યોજાઇ રાજ્યભરની કુલ ૪૦,૯૦૫ અરજીઓના ઓપીનીયન લોક અદાલતમાં સબમિટ, વધુ ૭૫ કરોડ રૂપિયા નાગરિકોને પરત મળશે

Read More

“કિસાન સૂર્યોદય યોજના” હેઠળ ૯૬ ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી: રાત્રિના ઉજાગરામાંથી ખેડૂતોને મુક્તિ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર             ૧૬ હજારથી વધુ ગામના ૧૮.૯૫ લાખથી વધુ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળશે:બાકી રહેલા ૬૩૨ જેટલા ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી અપાશે : ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યના ૧૮,૨૨૫ ગામ પૈકી ૧૭,૧૯૩ ગામમાં ૨૦.૫૧ લાખથી વધુ ખેતીવાડી વીજ જોડાણો કરાયા ગાંધીનગર, બનાસકાંઠા, અમદાવાદ અને ખેડામાં કુલ ૬ નવી પેટા વિભાગીય કચેરીઓ મંજૂર ગુજરાત Renewable Energyની ૩૦ ગીગાવોટની કેપેસિટી સાથે સમગ્ર દેશમાં અગ્રેસર

Read More

આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવા પ્રત્યેક ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી પહોંચે તે આવશ્યક : આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, બારડોલી બારડોલી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગના દુષ્પરિણામો કેન્સર, હાર્ટ એટેક, બીપી, અને ડાયાબિટીસ જેવી બીમારીઓના રૂપમાં સામે આવી રહ્યા છે પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે રાજ્યપાલએ સંવાદ કર્યો પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને રાસાયણિક ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોનું રાજ્યપાલના હસ્તે સન્માન

Read More

વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે અંદાજે ૧૧ હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓ દ્વારા કરવામાં આવતા એફિડેવિટની પ્રક્રિયા ઓનલાઈન કરાશે:શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં રાજ્યની તમામ ફી નિયમન સમિતિઓના અધ્યક્ષઓ-સભ્યઓ સાથે બેઠક યોજાઈ ફી નિયમન સમિતિઓ વચ્ચે કામગીરીનું સંકલન કરી તેમાં એકસૂત્રતા જળવાય તથા કામગીરી વધુ ઝડપી બને તે હેતુથી SOP તૈયાર કરાશે

Read More

‘સુશાસન દિવસ’ નિમિત્તે સરકારનો વીજ ગ્રાહક હિતલક્ષી નિર્ણય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર            ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડો જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે-ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.૧,૧૨૦ કરોડનો લાભ થશે

Read More