જામનગર જિલ્લા ના કાલાવડ ખાતે રાજપુત સમાજ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ

હિન્દ ન્યુઝ, કાલાવડ હિન્દુ ધર્મ રક્ષક શ્રી રાણા સાંગા પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરનાર સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલા સુમનને તત્કાલ ધોરણથી સસ્પેન્ડ કરવા કાલાવડ તાલુકા રાજપુત સમાજની માંગ        સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ તથા રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા વીર શિરોમણી રાણા સાંગા (સંગ્રામસિંહજી) પર અભદ્ર ટીપ્પણી કરવાના પગલે કાલાવડ તાલુકા રાજપુત સમાજ દ્વારા આજરોજ કાલાવડ મામલતદારને સાંસદ રામજીલાલ સુમન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં કાલાવડ તાલુકાનાં રાજપૂત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Read More

સાંસદ મિતેષભાઈ દ્વારા ઓડ‌ નગરપાલિકામાં રસ્તાનું નવીનીકરણનું ખાતમુહૂર્ત કરાયું 

હિન્દ ન્યુઝ, આણંદ  આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ અને ઓડ નગરપાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ પાલિકાના સભ્યો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું      આણંદના ઓડ શહેરમાં તા – ૩૧ના રોજ સરકારી દવાખાના થી શીલી માર્ગને જોડતાં રસ્તાનું નવીનીકરણ ૪૮ લાખ રુપીયા થી વધુ ના ખર્ચે ૩૧૦ મીટર રોડ નું નવીનીકરણ કરવામાં આવશે. આ પ્રસંગે ઓડ નગરપાલિકા પ્રમુખ સંજય પટેલ,ઉપપ્રમુખ કેતન રાઓલજી, ઓડ શહેર ભાજપ પ્રમુખ હિરેન પટેલ,કારોબારી કિરીટ અહીમકર, નગરપાલિકાના સૌ કાઉન્સિલો, સંગઠનનાં હોદ્દેદારો, નગરપાલિકા સ્ટાફમિત્રો, આગેવાનો, પ્રજાજનોની ઉપસ્થિતીમાં કાર્યકમ કરવામા આવ્યો. આણંદ જિલ્લા બ્યુરોચીફ : ભાવેશ સોની 

Read More

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે ૧લી ‘CISF ક્રિકેટ પ્રીમિયર લીગ’નો પ્રારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, સુરત      એરપોર્ટ એજન્સીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે સહકાર અને સંકલનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે CISF યુનિટ ASG સુરત એરપોર્ટના નેજા હેઠળ CISF યુનિટ KGPP કવાસ અને CISF યુનિટ ONGC હજીરાના સહયોગથી તાઃ૩૦ માર્ચથી ૮ એપ્રિલ દરમિયાન CISF ક્રિકેટ પ્રીમિયર લીગ યોજાઈ રહી છે. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતે કરણી માતા મંદિર ગ્રાઉન્ડ ખાતે આયોજીત આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

Read More

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે કામરેજ તાલુકા ખાતે પાંચ પુલનું ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, સુરત શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે કામરેજ તાલુકામાં રૂ.૧.૭૧ કરોડના ખર્ચે પાંચ પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.     શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે કામરેજ તાલુકાના સેવણી, વિહાણ, સીમડી, ડુંગર-ચીખલી ગામોમાં રૂ.૧.૭૧ કરોડના ખર્ચે ખેડૂતોને ખેતર જવા માટે જોડતા રસ્તાઓ, નોન પ્લાન રસ્તાઓને જોડતા કડીરૂપ નાના રસ્તાઓ પર બેઠા ઘાટના પાંચ પુલોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પુલોથી ખેડૂતોને ખેતરે આવવા જવા માટે સરળતા રહેશે. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઉભી નહીં થાય.

Read More

આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં થશે

માધવપુર મેળો ૨૦૨૫ હિન્દ ન્યુઝ, સુરત આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં થશે. પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકામાં મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પોરબંદરના માધવપુર ખાતે 6 થી 9 અપ્રિલ સુધી યોજાશે માધવપુર ઘેડ મેળો યોજાયો. ૧૦ એપ્રિલના રોજ દ્વારકા ખાતે રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે: પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રમત ગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવી અને ઉત્તરપૂર્વ રાજ્યોના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગુજરાત સહિત ઉત્તરપૂર્વના 8 રાજ્યો માધવપુર ઘેડ મેળામાં હિસ્સો લેશે. ઉત્તરપૂર્વના…

Read More

માંડવી ખાતે રાજ્ય સરકારની પોલિસ કોન્સ્ટેબલ તથા PSIની શારીરિક કસોટીની પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારો માટે જાગૃતિ સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, માંડવી      માંડવી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની પોલિસ કોન્સ્ટેબલ તથા PSIની શારીરિક કસોટીની પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારો માટે જાગૃતિ સેમિનાર યોજાયો. ઘડિયાળના કાંટા અને સમયની પ્રત્યેક પળ આપણા કાર્યપંથ પર ઝડપથી આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડે છે અકલ્પનીય શક્તિ ધરાવતો સમય માણસને મહેનત અને પ્રયત્નો દ્વારા સફળતા પ્રાપ્ત કરાવવાનો શ્રેષ્ઠ મંચ આપે છે : આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

Read More

ભોપાલ ખાતે ‘સદાકાળ ગુજરાત’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, મધ્યપ્રદેશ        મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ‘સદાકાળ ગુજરાત’ કાર્યક્રમ જોયાયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના માન. રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા, રાજ્યના મંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહ્યા. “ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન છે”      મુખ્યમંત્રીએ આ અવસરે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલ સર્વગ્રાહી વિકાસની રૂપરેખા આપી હતી. ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન ગણાવતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત એ માત્ર ચાર અક્ષરનો શબ્દ ન રહેતા સર્વાંગી વિકાસનો પર્યાય બની ગયો છે. તેમણે રીન્યુએબલ એનર્જી,…

Read More