હિન્દ ન્યુઝ, તાપી ગુજરાત સરકારના રમતગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ, ગ્રંથાલય ખાતા હસ્તક આજરોજ ડોલવણ તાલુકા કક્ષાના સરકારી પુસ્તકાલયનું એપીએમસી કેમ્પસ ડોલવણ મુકામે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણમાં ધારાસભ્ય મોહનભાઈ કોંકણીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગ્રંથાલય લોકાર્પણમાં જમ્મુ કાશ્મીરમાં માર્યા ગયેલા નિર્દોષ મુસાફરોને શ્રદ્ધાંજલિ રૂપે મૌન પાળી પ્રાર્થના કરવામાં આવી હતી. આ ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીએ જણાવ્યું હતું કે તાલુકા કક્ષાએ સરસ અને શાંત વાતાવરણમાં લાઈબ્રેરી બનાવવામાં આવી છે જેનો લાભ વાચકોએ અને પુસ્તક રસિકોએ લેવા અનુરોધ છે. લોકાર્પણમાં મામલતદાર શૈલેશભાઈ ખંડોર, તાલુકા…
Read MoreDay: April 27, 2025
બાગાયતી પાકોની વિવિધ યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલમાં ૩૧ મેં સુધી અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, તાપી વર્ષ:-૨૦૨૫–૨૦૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના સહાય મેળવવા માટે I-khedut 2.0 (www.ikhedut.gujarat.gov.in) તા. ૨૪/૦૪/૨૦૨૫ થી ૩૧/૦૫/૨૦૨૫ દરમ્યાન આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે અરજી કરતાં પહેલા ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે. એક મોબાઈલ નંબર થી એક જ નોંધણી શક્ય બનશે અને મોબાઈલ નંબર (ઓટીપી માટે), ૭/૧૨, ૮-અ ની હાલની અસલ નકલ, આધાર કાર્ડની નકલ., રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે રાખીને અરજી કરવા વિનંતી છે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે. જરૂરી કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતોએ…
Read Moreખેલ મહાકુંભ અંતર્ગત વ્યારાના આંગણે રાજ્ય કક્ષાની સ્પર્ધા આયોજિત કરવાનો અવસર પ્રાપ્ત થયો
હિન્દ ન્યુઝ, તાપી રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નો વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી તાપી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ રાજ્યકક્ષા ની વોલીબોલ ભાઈઓની સ્પર્ધા તા.૨૩/૦૪/૨૦૨૫ થી તા.૦૧/૦૫/૨૦૨૫ સુધી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે તથા ખોખો બહેનો ની સ્પર્ધા તા.૨૨/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૪/૨૦૨૫ સુધી આર્ટસ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે યોજાયેલ છે. આ સ્પર્ધાના ઓપનિંગ સેરેમનીમાં તાપી જિલ્લાના કલેક્ટર ડૉ. વિપિન ગર્ગ, તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી અમૃતાબેન ગામીત, સ્પર્ધાના નોડલ અધિકારી વિષ્ણુભાઈ વસાવા, તેમજ ઓફિસિયલ દેવાંગભાઈ પંડ્યા ઉપસ્થિત રહેલ…
Read Moreભારત સરકારના વિધુત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી કાકરાપાર ખાતે બેઠક યોજવા હાજર રહેશે
હિન્દ ન્યુઝ, તાપી ભારત સરકારના વિધુત મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્યોની આજરોજ કાકરાપાર ખાતે બેઠક યોજાશે. કેન્દ્ર સરકારના વિધુત મંત્રી મનોહરલાલ આજે તા.૨૯ એપ્રિલના રોજ ચીખલવાવ એન.પી.સી.આઈ.એલ ખાતે બેઠકમાં હાજર રહેવા આવનારા છે. કલેકટર ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ, ખોરાક અને ઔષધ નિયમનતંત્ર, ફાયર વિભાગ તેમજ વાહન વ્યવહાર, પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓને પ્રોટોકોલ અનુસાર કેટલીક જવાબદારીઓ સાથે કામગીરી સોંપવામાં આવી છે. આ માટે તમામ કામગીરીનું સંકલન કરવા વ્યારા પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડને લાઈઝનિંગ માટેનો હુકમ કરવામાં આવેલ છે.
Read Moreમેટ્રોની સેવાઓ સચિવાલય સુધી લંબાવવામાં આવશે
હિન્દ ન્યુઝ, ગાંધીનગર તા. 27/04/2025થી મેટ્રોની સેવાઓ સચિવાલય સુધી લંબાવવામાં આવશે અને તેની સાથે નીચે મુજબના નવા સાત સ્ટેશનો પણ કાર્યરત થશે : GMRC 1. કોટેશ્વર રોડ 2. વિશ્વકર્મા કોલેજ 3. તપોવન સર્કલ 4. નર્મદા કેનાલ 5. કોબા સર્કલ 6. સેક્ટર-10A 7. સચિવાલય મેટ્રો ટ્રેનના સમય અંગેની વિગતો વેબસાઇટ https://www.gujaratmetrorail.com પર શનિવારથી દર્શાવવામાં આવશે.
Read Moreજંગલી ભૂંડને ગેરકાયદેસર રીતે પકડીને લઈ જતી ટોળકીને ઝડપી પાડી
હિન્દ ન્યુઝ, ભાવનગર જંગલી ભૂંડને ગેરકાયદેસર રીતે પકડીને લઈ જતી ટોળકીને પકડી પાડતી વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્કવોર્ડ રેન્જ ટીમ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરના ACF એન. એન. જોષીને મળેલ પૂર્વ બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ટીમે વન્ય પ્રાણીનો જીવ બચાવ્યો ભૂંડને અલગ અલગ જગ્યાએથી પકડી એક જગ્યાએ વાડામાં એકત્ર કરી રાજય બહાર અજમેર વેપાર અર્થે મોકલવામાં આવતા. આરોપીઓ પાસેથી ગુનાના દંડની રકમ પેટે રૂા.૨,૦૦,૦૦૦/- (બે લાખ) ની વસુલાત કરાઈ.
Read Moreતા. ૨૯ એપ્રિલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરનો ૯ મો વાર્ષિક પદવીદાન સમારંભ
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તા. ૨૯ એપ્રિલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરનો ૯ મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાશે રાજ્યપાલશ્રીના હસ્તે ૯૦ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાશે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરના ૧૩,૯૬૫ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ ડીજી લોકર એપ્લિકેશનના માધ્યમથી અપાશે. કુલપતિ ડૉ. ભરતભાઇ બી. રામાનુજે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી.
Read Moreઅમદાવાદ જિલ્લામાં બાગાયતી ખેતીનો અવિરત વિકાસ
હિન્દ ન્યુઝ, અમદાવાદ આઈ-ખેડૂત પોર્ટલ થકી બાગાયતદાર ખેડૂતો મેળવે છે ઘેર બેઠા સરકારી યોજનાઓના લાભો છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ જિલ્લાના ૩૫ હજારથી વધુ ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાઓના લાભો મેળવવા માટે કરી અરજી અમદાવાદમાં છેલ્લાં ત્રણ વર્ષમાં આઈ ખેડૂત પોર્ટલ થકી વિવિધ બાગાયતી યોજનાઓમાં ખેડૂતોને ₹૨૨.૯૧ કરોડની સહાય ચૂકવાઇ બાગાયત સહિત કૃષિ અને પશુપાલન વિભાગની સહાય યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ બન્યું ખેડૂતોનું સાથી :- જયદેવ પરમાર, નાયબ બાગાયત નિયામક(ઈ.ચા.)
Read Moreઅમદાવાદના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂત, અમિતભાઈ શાહ, તેમના પોતાના શબ્દોમાં જણાવી રહ્યા છે ફાલસાની ખેતી અને તેના મૂલ્યવર્ધન દ્વારા મેળવેલી અદભુત સફળતાની ગાથા
હિન્દ ન્યુઝ, અમદાવાદ જાણો સફળ ખેડૂત અમિતભાઈ શાહને! જાણો કેવી રીતે તેમણે ફાલસાનો પલ્પ બનાવી, યોગ્ય પ્રોસેસિંગ અને બ્રાન્ડિંગ થકી માત્ર એક મહિનાની સીઝનમાં લાખો રૂપિયાનો નફો મેળવ્યો! તેમની આ સફર અને અનુભવ અન્ય ખેડૂત મિત્રો માટે ચોક્કસ પ્રેરણાદાયક બની રહેશે. અમદાવાદના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી અમિતભાઈ શાહે સાબિત કરી દીધું છે કે ખેતીમાં મૂલ્યવર્ધન દ્વારા કેવી રીતે બમ્પર કમાણી કરી શકાય છે! તેઓ ફાલસાની ખેતી તો કરે જ છે, પરંતુ તેમણે બાગાયત ખાતાની સહાયથી પ્રોસેસિંગ યુનિટ સ્થાપી ફાલસાનો પલ્પ બનાવવાનું શરૂ કર્યું છે. જ્યાં બજારમાં ફાલસા ₹૧૫૦/કિલો વેચાય…
Read Moreઅમદાવાદ માટે ગૌરવની ક્ષણ!
હિન્દ ન્યુઝ, અમદાવાદ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ‘મન કી બાત’ કાર્યક્રમમાં અમદાવાદની શાન એવી આપણી સાયન્સ સિટીનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો! તેમણે જણાવ્યું કે કેવી રીતે સાયન્સ સિટી જેવી સંસ્થાઓ યુવાનોમાં વિજ્ઞાન અને નવીનતા પ્રત્યે ઉત્સાહ જગાવી રહી છે અને ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મદદ કરી રહી છે. 🔭🔬 સાયન્સ સિટી ખરેખર અદભુત છે! ભારતની સૌથી મોટી એક્વેટિક ગેલેરી 🐠, અદ્યતન રોબોટિક્સ ગેલેરી 🤖, વિશાળ નેચર પાર્ક 🌳 અને રોમાંચક IMAX 3D થિયેટર સહિત અહીં ઘણું બધું છે. સાથે જ, IIT ગાંધીનગર અને માઈક્રોન જેવી સંસ્થાઓના…
Read More