જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યો માટેની રેન્ક ટેસ્ટ સફળતાપૂર્વક સંપન્ન

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ હેઠળ, હોમગાર્ડઝ સભ્યોને અસલ (ASL), સિનિયર લીડિંગ હોમગાર્ડ (SL), અને પાઇલટ સાર્જન્ટ (PS) ની રેન્ક પર બઢતી આપવા માટે નવાનગર હાઈસ્કૂલ ખાતે રેન્ક ટેસ્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.આ ટેસ્ટમાં હોમગાર્ડઝના સભ્યોની લેખિત અને શારીરિક કસોટી લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની કમિટી, જેમાં કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા (ચેરમેન), હેડ ક્લાર્ક મહેન્દ્રસિંહ કાંસેલા (સભ્ય સચિવ), વડી કચેરીના પ્રતિનિધિ ડી.કે.ચાવડા (સભ્ય), એસ.ઓ. મહિલા શ્રીમતી પ્રેક્ષાબેન ભટ્ટ (સભ્ય), એસ.ઓ.સ્પોર્ટ્સ દિલીપભાઈ ડાંગર (સભ્ય), અને શ્રીમતી રિદ્ધિબેન મહેતા (સિનિયર ક્લાર્ક)નો સમાવેશ…

Read More

ખેલમહાકુંભ ૩.૦ અંતર્ગત જામનગર ખાતે યોજાઈ રહેલ રાજ્યકક્ષા ફેન્સીંગ સ્પર્ધામાં અં.૧૪ બહેનોની ફાઈનલ સંપન્ન

હિન્દ ન્યુઝ, જામનગર     ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત ખેલમહાકુંભ ૩.૦ ની રાજ્યકક્ષાની ફેન્સીંગ સ્પર્ધા જામનગરમાં ચાલી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર જામનગર અને જામનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા આ સ્પર્ધાનું આયોજન જામનગર મહાનગરપાલીકા સ્પોર્ટસ કોમ્પલેક્ષના ઇન્ડોર હોલ ખાતે તા.૨૫/૦૪/૨૦૨૫ થી તા.૦૫/૦૫/૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા અંતર્ગત તા.૨૬/૦૪/૨૦૨૫ ના રોજ અંડર-૧૪ વય જૂથની બહેનો માટે યોજાયેલી ત્રણ ઇવેન્ટ ઇપી, ફોઈલ અને સેબરની ફાઈનલ મેચો યોજાઈ હતી. આ રોમાંચક ફાઈનલ મેચોને નિહાળવા…

Read More

જામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લાના લાલપુર અને તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં જન સુવિધાઓના વિકાસ કાર્યોનું જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લાના લાલપુર ખાતે રૂ.૩૭ લાખના ખર્ચે તૈયાર થયેલ નાગરીકોના આરોગ્ય માટે સુવિધા સજ્જ પેટા આરોગ્ય કેન્દ્ર-૩નું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ અને ભારત સરકારના “સેન્ટ્રલ રોડ ઇન્ફાસ્ટ્રક્ચર ફંડ” માંથી રૂ.૧૦ કરોડના ખર્ચે સાકાર થનાર, લાલપુર-મોટાખડબા રોડના રીસર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે “જન સુવિધાના નિરંતર વ્યાપ”ના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના “સમર્પિત સેવાસૂત્ર” નિત્ય સાર્થક કરવાનો…

Read More

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમની 121મી કડીના અવસરે‘શૌર્યભૂમિ’ ધંધુકા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય ખાતે ‘સમૂહ-શ્રવણ’ વિશેષ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ          દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દેશવાસીઓ સાથે આત્મીય સંવાદના અનન્ય અને અનોખા કાર્યક્રમ “મન કી બાત”ની 121મી કડી અવસરે શૌર્યભૂમિ ધંધુકા (જિ. અમદાવાદ) સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય ખાતે રાજ્યકક્ષાનો સમૂહ-શ્રવણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દયી હત્યાકાંડમાં પોતાનો જીવ ગુમાવનાર ભારતવાસીઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં. સદ્‌ગતોની પુણ્યસ્મૃતિમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રેરક કાર્યક્રમનું સંયોજન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું.  આ તકે…

Read More

બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટે સહાયલક્ષી યોજનાઓ

હિન્દ ન્યુઝ, બોટાદ      સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટે સહાયલક્ષી યોજનાઓ જેવી કે ‘અર્ધ પાકા, કાચા મંડપ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, પપૈયામાં સહાય, કેળ (ટીસ્યુ)માં સહાય. કાપણીના સાધનો, પ્રોસેસીંગના સાધનો બાગાયતી પાકોના પ્રોસેસીંગ નવા યુનીટ, ઔષધિય સુગંધિત પાકોના નવા ડીસ્ટીલેશન યુનીટ, સ્વરોજગારલક્ષી બાગાયત નર્સરી, આંબા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકો, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી, કમલમ ફળ વાવેતરમા સહાય, નાળીયેરી વાવેતર વિસ્તાર, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, ખેતરા પર શોટીંગ-ગ્રેડિંગ- પેકિંગ એકમો ઉભા કરવા, પપૈયા ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય,…

Read More

જામનગરમાં આગામી તા.૧ થી તા.૫ મે દરમિયાન નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ અને કરાટેની નિ:શુલ્ક તાલીમ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર     નાયબ નિયંત્રક નાગરિક સંરક્ષણની કચેરી અને રોટરી કલબ ઓફ જામનગરના સંયુકત ઉપક્રમે જામનગરમાં તારીખ ૦૧/૦૫/૨૦૨૫ થી ૦૫/૦૫/૨૦૨૫ સુધી નાગરીક સંરક્ષણની પ્રાથમીક તાલીમ અને સ્વરક્ષણ માટે કરાટેની નિશુલક તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.  આ તાલીમનું આયોજન શશીભગત અને સરોજમાં રોટરી ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર, જે.એમ.સી.કમ્પાઉન્ડ ફાયર બ્રીગેડની બાજુમાં સાંજે ૦૪ થી ૦૬ વાગ્યા સુધી કરવામાં આવેલ છે. મર્યાદિત સંખ્યામાં તાલીમર્થી લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધવામાં આવશે. તાલીમ પુર્ણ કર્યા બાદ દરેક તાલીમર્થીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ તાલીમમાં નામ નોંધવા માટે કમલેશ પંડયા (ચીફ…

Read More

જામનગરમાં તા.૪ મે ના રોજ NEET(UG)-૨૦૨૫ ની પરીક્ષા યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગરમાં અગામી તા.૪ મે ના રોજ યોજાનાર NEET(UG)-૨૦૨૫ની પરીક્ષાના સુચારુ આયોજન અંગે જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય તમામ વ્યવસ્થાઓ જેમ કે પરીક્ષા કેન્દ્રો ખાતે સીસીટીવી કેમેરા, કંટ્રોલરૂમ શરુ કરવા બાબતે, વીજળીનો પુરવઠો ન ખોરવાય તેની તકેદારી રાખવા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ ન ખોરવાય તેની તકેદારી રાખવા, ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થાઓ કરવા સહિતની સૂચનાઓ કલેકટરએ લગત અધિકારીઓને આપી હતી.  ઉલ્લેખનીય છે કે જામનગરમાં આગામી તા.૪ મેના રોજ બપોરે…

Read More

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, પિતાનો વિશ્વાસ અને પુત્રીની તાકાતથી ચમત્કાર સર્જાયો

હિન્દ ન્યુઝ, બોટાદ             ભાઈ-બહેન સાથે રમવાની ઉંમરમાં, બહેનપણીઓ સાથે મનભરીને વાતો અને મસ્તી કરવાની ઉંમરમાં જો ખ્યાલ આવે કે દિકરીને તો થેલેસેમિયા મેજર જેવો રોગ છે ! આવા વિચાર માત્રથી દરેક માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી જાય છે. પરંતુ હિંમત હાર્યા વિના તેની સારવાર કરાવી અને દિકરીને ફરી તેનાં ભાઈ-બહેન સાથે રમતી અને બહેનપણીઓ સાથે મજાની પળો પસાર કરતી કરી. અને આ તમામ તબક્કામાં સરકારશ્રીના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી તબીબો ખડેપગે મદદે રહ્યાં. આ કોઈ કહાની નથી પરંતુ હકિકત છે બોટાદ જિલ્લાનાં તરઘરા ગામનાં…

Read More

NAT NEET 2025 પરીક્ષા અન્વયે જરૂરી પ્રતિબંધો ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, બોટાદ       બોટાદ જિલ્લામાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા NAT NEET 2025 EXAM, તા.૦૪/૦૫/૨૦૨૫ના રોજ સવારના ૧૪-૦૦થી ૧૭-૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષા બોટાદમાં કુલ-૦૩ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે. પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા,૨૦૨૩ની કલમ-૧૬૩ (ભા૨તના ફોજદારી કાર્યરીતી અધિનિયમ- ૧૯૭૩(૧૯૭૪નો ૨ જો)ની કલમ-૧૪૪)થી તેમને મળેલા અધિકારની રૂએ ફરમાવ્યું છે કે, આગામી તા.૦૪/૦૫/૨૦૨૫ ના રોજ સમય સવારના ૧૪-૦૦ થી ૧૭-૦૦ કલાક ના કુલ-૦૩ પરીક્ષા કેન્દ્ર ઉપર તથા જિલ્લાની કસ્ટોડીયન…

Read More

આરોગ્યનું આધુનિકીકરણ સમૃદ્ધ સમાજ

કેન્દ્રીય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે રાણપુર C.H.C. ખાતે એમ્બ્યુલન્સ તથા મેડિકલ સાધનોનું લોકાર્પણ કરાયું હિન્દ ન્યુઝ, બોટાદ        ગ્રાહક બાબતો,ખાધ અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે રાણપુર C.H.C. ખાતે એમ્બ્યુલન્સ તથા મેડિકલ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  રાણપુર C.H.C. ખાતે એમ્બ્યુલન્સ તથા મેડિકલ સાધનો મળવાથી આરોગ્યલક્ષી સુવિધામાં સુધારો થશે. તેમજ બ્લડ ટેસ્ટ મશીનો, X-ray મશીન, ઓક્સિજન સપોર્ટ, નેબ્યુલાઈઝર, ડિફિબ્રિલેટર વગેરેની ઉપલબ્ધિ થતા આરોગ્ય સેવા વધુ અસરકારક બની રહેશે. આ અવસરે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા વિકાસ…

Read More