પાટણ જિલ્લા ના તમામ મહેસૂલી કર્મચારી દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી

હિન્દ ન્યુઝ, પાટણ પાટણ જિલ્લા ના મહેસુલી કર્મચારી દ્વારા વિવિધ પડતર પ્રશ્નો સબંધે તા.22/04/2025 ના રોજ પાટણ જિલ્લા ના તમામ મહેસૂલી કર્મચારી દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી તેમજ તા.30/04/2025 ના રોજ માસ સી એલ નો નિર્ણય કરેલ છે તેમજ દરેક કલેકટર કચેરી એ આવેદન પત્ર આપી દિન 10 માં પડતર પ્રશ્નો નો નિકાલ કરવામાં નહિ આવે તો આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે.

Read More

  જમ્મુ કાશ્મીર ખાતે ભૂસ્ખલનમાં ફસાયેલા ગુજરાતીઓને રાજ્ય સરકારની તાત્કાલિક મદદ-આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ જામનગર તા.21 એપ્રિલ, જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનની ઘટનાને પગલે ફસાયેલા ગુજરાતીઓને રાજ્ય સરકારે તાત્કાલિક મદદ પૂરી પાડી છે. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા જ રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી હાથ ધરી જમ્મુ કાશ્મીર સરકાર સાથે સંપર્ક કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્ય ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ અંગત રસ દાખવી જમ્મુ કાશ્મીર સરકાર સાથે વાતચીત કરી ફસાયેલા ગુજરાતીઓને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી…

Read More

આરટીઓ ભુજ દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો(3 – વ્હીલર પેસેન્જર સિવાયના) પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝ GJ-12-CVનું ઓક્શન કરાશે

હિન્દ ન્યુઝ, ભુજ   પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ – કચ્છની અખબારી યાદી મુજબ ટ્રાન્સપોર્ટ વાહનો (3-વ્હીલર પેસેન્જર સિવાયના) વાહનોમાં નવી સિરિઝ GJ-12-CVના ગોલ્ડન, સિલ્વર નંબરોનું ઓક્શન શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી તારીખ ૦૧/૦૫/૨૦૨૫, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૦૩/૦૫/૨૦૨૫, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓકશનની શરૂઆત તારીખ ૦૩/૦૫/૨૦૨૫, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૦૫/૦૫/૨૦૨૫, સમય સાંજે ૪ કલાક સુધી થશે.         સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર ટ્રાન્સપોર્ટ વાહનોના રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર ટ્રાન્સપોર્ટ વાહનો માટે રૂ.૧૫૦૦૦,…

Read More

મેદસ્વીતા મુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાત

હિન્દ ન્યુઝ, ભુજ     આજે દુનિયા જેટલી ઝડપી અને આધુનિક થઈ રહી છે તેટલી જ પાયાની બાબતો તરફ ફરી ગતિ કરી રહી છે. એટલે કે બેક ટુ બેઝિક… આપણાં મૂળ સાથે પુન: જોડાણ થઈ રહ્યું છે. આપણાં જીવનમાં મિલેટ્સનું મહત્વ હોય કે પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ. આપણી જીવન શૈલીનો આપણાં આરોગ્ય સાથે સીધો સંબંધ છે. તમામ વ્યક્તિઓ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વીતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે, સ્વસ્થતાનો સંદેશ દરેક નાગરિક સુધી પહોંચે એ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતાથી મુક્તિ માટે દેશવાસીઓને કરેલા…

Read More

રાજ્યના નાગરિકોને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અભિગમ

હિન્દ ન્યુઝ, ભુજ      મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તરોતર સંગીન બનાવીને નાગરિકો તથા વ્યાપાર, ઉદ્યોગોને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો સુચારુ અભિગમ અપનાવ્યો છે.  મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં તમામ જિલ્લાઓમાં રસ્તાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અત્યંત જરૂરિયાતવાળા રસ્તાઓના રિસરફેસિંગ અને અન્ય આનુષાંગિક કામગીરી માટે ૧૧૮ માર્ગોની ૭૩૫ કિલોમીટર લંબાઇમાં આવા કામો હાથ ધરવા ૯૭૫ કરોડ રૂપિયા માર્ગ-મકાન વિભાગ માટે મંજૂર કર્યા છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત મહેસાણા જિલ્લાના કડી તથા કચ્છના દેશલપર-હાજીપીરમાં રોડ નેટવર્કના વિવિધ કામો માટે કુલ ૨૬૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તદઅનુસાર, મહેસાણા જિલ્લાના મહત્વપૂર્ણ…

Read More