હિન્દ ન્યુઝ, જૂનાગઢ
જૂનાગઢની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (I.T.I.) ખાતે મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ, હાંસલપુર દ્વારા મેગા પ્લેસમેન્ટ ડ્રાઈવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના આચાર્ય ભગીરથસિંહ જાળીયા તથા આચાર્ય પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં વિવિધ ટ્રેડના કુલ ૬૦ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.
પસંદગી પ્રક્રિયા અંતર્ગત કંપનીના પ્રતિનિધિઓ દ્વારા તાલીમાર્થીઓના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયાના અંતે કુલ ૪૪ તાલીમાર્થીઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી, જે સંસ્થા માટે નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે. કાર્યક્રમ દરમિયાન પ્રિયેશ વાળાએ તાલીમાર્થીઓને કારકિર્દી ઘડતર, કૌશલ્ય વિકાસ તથા ઉપલબ્ધ રોજગારીની તકોનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ પસંદગી પામેલા તમામ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં વધુને વધુ તાલીમાર્થીઓને ઉદ્યોગોમાં રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહેશે.
