જિલ્લા કલેકટર કચેરી ખાતે પી.સી.& પી.એન.ડી.ટી. એક્ટની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

   જિલ્લા કલેકટર કચેરી ખાતે પી.સી.& પી.એન.ડી.ટી. એક્ટ- 1994 ની સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી (ઈનચાર્જ) વિકલ્પ ભારદ્વાજની માર્ગદર્શક ઉપસ્થિતિમાં અને તૃપ્તિ રાઠોડના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં નવા રજીસ્ટ્રેશન માટેની એક અરજી તથા રીન્યુઅલ રજીસ્ટ્રેશન માટેની બે અરજી મંજુર કરવામાં આવેલી હતી.

આ ઉપરાંત કલીનીક ઈન્સ્પેકશનનો રિવ્યુ કરવામાં આવ્યો હતો. આ સાથે તાલુકા હેલ્થ ઓફિસરઓ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને ઈન્સ્પેકશન કામગીરી વધુ સુદ્રઢ બનાવવા માટે સુચના આપવામાં આવી હતી.

જામનગર જિલ્લામાં કોઈ પણ જગ્યાએ પીસી એન્ડ પીએનડીટી એક્ટનો ભંગ થતો હોવાનું ધ્યાને આવે તો તુરંત જ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા માટે જણાવવામાં આવ્યું હતું. સોશિયલ મિડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર પી.સી.& પી.એન.ડી.ટી. એક્ટ વિષે જન જાગૃતિલક્ષી પોસ્ટનો પ્રચાર- પ્રસાર વધે તે માટે સુચના અપાઈ હતી.

સમીક્ષા બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એન.એમ.પ્રસાદ, ઈ.એમ.ઓ ડો.એસ.આર.રાઠોડ, ડી.પી.સી. યગ્નેશ ખારેચા, તાલુકા હેલ્થ ઓફિસરઓ, સલાહકાર સમિતિના સભ્યો ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાંથી ગાયનેક વિભાગ માંથી ડો.તુપ્તી નાયક, ચાઈલ્ડ કેર વિભાગ માંથી ડો. નમ્રતા મકવાણા, રેડિયોલોજી વિભાગ માંથી ડો.એમ.ટી.માકડા અને અન્ય સભ્યો હાજર રહયા હતા. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એન.એમ.પ્રસાદ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Advt.

 

 

 

 

 

Related posts

Leave a Comment